ઝી બ્યૂરો, અમદાવાદઃ કેળા ખાવાથી મોટા ભાગના લોકોમાં એવી ધારણા છે કે તેને ખાવાથી વજન વધશે. પતલા લોકોને અનેકવાર કેળા ખાવાની સલાહ આપવામાં આવે છે. કેળામાં પોટેશિયમ, ઝિંક, આયર્ન અને મિનરલ્સ સાથે વિટામીન A,B,C અને E સહિતના પોષક તત્વ રહેલા છે. પેટ સંબંધિત સમસ્યાને દૂર કરવા માટે કેળા સૌથી ફાયદાકારક છે. આ બધી વાતો તો તમે સાંભળી જ હશે. પરંતુ અહીં અમે તમને કેળાના અજાણ્યા ફાયદા વિશે જણાવીશું. વજન વધારવાની સાથે કેળા પતલા થવામાં પણ ફાયદાકારક છે. ફેસ્ટિવ સિઝનમાં મીઠાઈ ખાઈ ખાઈને તમારો વજન વધી ગયો છે. નીચે આપેલા તરીકે અપનાવી તમારી સમસ્યા થશે દૂર.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1) વજન ઘટાડવામાં મદદ કરે છે
એક કેળામાં 3થી 4 ગ્રામ ફાઈબર હોય છે. જેથી વજન ઓછો કરવામાં મદદ કરશે. તમે જંક ફુડ ખાવા કરતા બનાના શેક પી શકો છો.


2) કેળાથી ભુખ ઓછી લાગે છે
કેળા ખાવાથી પેટ ભરેલું રહે છે. જેને કારણે તમે એક્સ્ટ્રા ભોજન ખાવાથી બચો છો. તમારા શરીરમાં એક્સ્ટ્રા ફુડ નહીં જાય તો તમારો વજન વધશે નહીં.


3) મસલ્સ માસ વધશે
બનાના શેકનું સેવન કરવાથી મસલ્સનો વધારો થાય છે. પતલા લોકો માટે બનાના શેક એક સારું ઓપશન છે. આથી વજન વધારવામાં મદદરૂપ થાય છે.


4) પાચન સારૂ કરે
બનાના શેકનું સેવન કરવાથી ગેસ્ટ્રીક અને કબ્ઝ જેવી સમસ્યા દૂર થાય છે. કેળા પાચન માટે બહું ઉપયોગી છે અને કબ્ઝને દૂર કરવામાં બહુ મદદરૂપ થાય છે.


5) પોષક તત્વથી ભરપૂર
બનાના શેક પોષ્ટીક તત્વોથી ભરપૂર હોય છે. આ શેક પીવાથી હાડકા મજબુત થાય છે.