ગુજરાત :ગુરુવારથી સ્પ્રિંગ ઈક્વીનોક્સની શરૂઆત થઈ છે. આ એ દિવસો હોય છે, જેમાં દિવસ રાત બંને બરાબર હોય છે. ઈક્વીનોક્સ શબ્દ લેટિન ભાષામાંથી લેવામાં આવ્યો છે. જેનો મતલબ બરાબર રાત અને દિવસ થાય છે. આ દિવસે દુનિયાભરમાં લગભગ દર જગ્યાએ દિવસ અને રાત બરાબર એટલે કે 12 કલાકના હોય છે. પણ આ દિવસોમાં સૂર્ય એકદમ માથા પર હોવાથી લૂ લાગવી તથા ડિહાઈડ્રેશનની પૂરેપૂરી શક્યતાઓ રહે છે. તેથી તબીબો કહે છે કે, આ દિવસોમાં ભરપૂર પાણી પીવું જોઈએ.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

22 થી 28 માર્ચ સુધીના ઈક્વીનોક્સ દિવસોમાં વધારે પાણી અને લિક્વિડ પદાર્થો લેવા તે જ સૌથી મોટી સલાહ છે. આ સાથે જ ઈક્વીનોક્સથી ઋતુ પણ બદલાય છે. માનવામાં આવે છે કે, આ દિવસથી વસંત ઋતુની શરૂઆત થાય છે. હિન્દી કેલેન્ડર અનુસાર, વસંત પંચમીના માધ મહિનાના શુક્લ પક્ષની પંચમી તિથિ હોય છે. તેના બાદ મહાશિવરાત્રિ અને હોળી જેવા તહેવાર આવે છે. 


શું છે ઈક્વીનોક્સ
ઈક્વીનોક્સ દિવસોમાં સૂર્ય પૂર્વથી સૂર્ય સીધો નીકળીને પશ્ચિમમાં એકદમ સીધી લાઈનમાં જ અસ્ત થાય છે. વર્ષના બાકી દિવસોમાં સૂર્ય એકદમ પૂર્વથી નથી નીકળતો. આમ, વર્ષમાં બે વાર ઈક્વીનોક્સ આવે છે. એક માર્ચ મહિનામાં અને બીજો સપ્ટેમ્બર મહિનામાં. માર્ચ ઈક્વીનોક્સ સુધી હોય છે, જ્યાં સૂર્ય આકાશીય ભૂમદ્ય રેખાને દક્ષિણથી ઉત્તર તરફ પાર કરે છે. તે પૃથ્વીના ભૂમધ્ય રેખાની ઉપર આકાશમાં એક કાલ્પનિક લાઈન હોય છે. જ્યારે કે, સપ્ટેમ્બર મહિનામાં તેનાથી એકદમ ઉલટુ થાય છે. 


ગૂગલે હાલમાં જ તેનું Google Doodle સ્પ્રિંગ ઈક્વીનોક્સ પર બનાવ્યું હતું. ગૂગલે આ દિવસને સેલિબ્રેટ કરતા પૃથ્વીની સપાટી પર એક ફૂલ બનાવ્યું, જેને પૃથ્વી જોઈ રહી હતી. સ્પિંગ ઈક્વીનોક્સ ગુરુવારથી શરૂ થયું છે.