Nutmeg Benefits: આ વસ્તુમાં 1 ચપટી જાયફળ પાવડર ઉમેરી પીવાથી પેટ અને સ્કિન સંબંધિત સમસ્યાથી દવા વિના મળશે મુક્તિ
Nutmeg Benefits: ગરમ દૂધમાં જાયફળ ઉમેરીને પીવાથી સ્વાસ્થ્ય લાભ થાય છે. તેનાથી મગજ શાંત થાય છે અને ઊંઘ પણ સારી આવે છે. જાયફળ વાળું દૂધ રાત્રે પીને સુવાથી ચિંતા અને સ્ટ્રેસથી પણ રાહત મળે છે. આ સિવાય જો રાત્રે જાયફળ વાળું દૂધ પીવામાં આવે છે તો શરીરને કેટલા ફાયદા થાય છે તે પણ જાણી લો.
Nutmeg Benefits: ઘણા લોકો રાત્રે હુંફાળું ગરમ દૂધ પીને સૂવાની આદત ધરાવે છે. જો તમે પણ રોજ રાત્રે હુંફાળું દૂધ પીતા હોય તો આજથી તેમાં ચપટી જાયફળનો પાવડર મિક્સ કરવાની શરૂઆત કરજો. ગરમ દૂધમાં જાયફળ ઉમેરીને પીવાથી સ્વાસ્થ્ય લાભ થાય છે. તેનાથી મગજ શાંત થાય છે અને ઊંઘ પણ સારી આવે છે. જાયફળ વાળું દૂધ રાત્રે પીને સુવાથી ચિંતા અને સ્ટ્રેસથી પણ રાહત મળે છે. આ સિવાય જો રાત્રે જાયફળ વાળું દૂધ પીવામાં આવે છે તો શરીરને કેટલા ફાયદા થાય છે તે પણ જાણી લો.
જાયફળ વાળું દૂધ પીવાથી થતા લાભ
આ પણ વાંચો: 127 વર્ષે પણ જુવાનીયાઓને શરમાવે એવી ફીટનેસ, જાણો કોણ છે સ્વામી શિવાનંદ ?
- એક રિસર્ચ પછી પ્રકાશિત કરવામાં આવેલા અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે જાયફળને દૂધ સાથે મિક્સ કરીને પીવાથી ઊંઘ સારી આવે છે. દૂધ અને જાયફળ અનિંદ્રાથી પીડિત લોકો માટે પ્રભાવી ઉપચાર સાબિત થાય છે.
- જાયફળમાં મોનોટેરપેન અને ફ્લેવોનોઈડ જેવા યૌગિક હોય છે. જે સોજાને અટકાવવામાં પ્રભાવી છે. જાયફળમાં સાઈનાઈડિન અને ફેનોલિક યૌગિક પણ હોય છે. તેનાથી સોજા અટકે છે.
- જાયફળ પાચનને સુધારવામાં મદદ કરે છે. જાયફળનો અર્ક જઠરાગ્ની સંબંધિત કાર્યને સુધારે છે. તેનાથી પેટ ફુલવું, પેટમાં દુખાવો, અપચો અને ઝાળા જેવી સમસ્યા થતી નથી.
આ પણ વાંચો: હાર્ટ એટેક અને સ્ટ્રોકથી બચાવી શકે છે યોગ, આ આસન રોજ કરવાથી હાર્ટ રહેશે હેલ્ધી
- જાયફળના યૌગિક સંભાવિત રીત લિપિડ પ્રોફાઈલમાં સુધારો કરી હાર્ટના સ્વાસ્થ્ય પર સકારાત્મક પ્રભાવ પાડે છે. જાયફળમાં પોટેશિયમ હોય છે. પોટેશિયમ હાર્ટની ગતિ અને બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
કેવી રીતે બનાવવું જાયફળવાળુ દૂધ ?
આ પણ વાંચો: Worst Foods For Kidney: આ 5 ફુડ કિડની માટે ઝેર સમાન, રોજ ખાવાથી કિડની થઈ શકે છે ફેલ
એક વાસણમાં એક કપ દૂધ ધીમા તાપે ગરમ કરો. દૂધને ઉકાળવાનું નથી ફક્ત ગરમ કરવાનું છે. ત્યારબાદ તેમાં ચપટી જાયફળનો પાવડર ઉમેરી દો. જાયફળ ઉમેરી ગેસ બંધ કરી દેવો અને પછી આ દૂધને પી લેવું. જો કે એક દિવસમાં 2 કપથી વધુ જાયફળવાળું દૂધ ન પીવું.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)