Swami Shivanand: 127 વર્ષે પણ જુવાનીયાઓને શરમાવે એવી ફીટનેસ, જાણો કોણ છે સ્વામી શિવાનંદ અને કેવી છે તેમની દિનચર્યા ?

International Yoga Day 2024: તેઓ નાનપણથી ક્યારેય બીમાર પણ પડ્યા નથી. યોગ કરવાના કારણે તેમનું સ્વાસ્થ્ય સારું છે. તેમણે ઉમેર્યું હતું કે યોગ કરવાથી કોઈપણ વ્યક્તિ નિરોગી રહી શકે છે. યોગ કરવાથી સ્ટ્રેસની સમસ્યા પણ થતી નથી.

Swami Shivanand: 127 વર્ષે પણ જુવાનીયાઓને શરમાવે એવી ફીટનેસ, જાણો કોણ છે સ્વામી શિવાનંદ અને કેવી છે તેમની દિનચર્યા ?

International Yoga Day 2024: દર વર્ષે 21 જુને યોગ દિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ દેશભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. જોકે આ વર્ષે યોગ દિવસની સાથે 127 વર્ષના યોગગુરૂ સ્વામી શિવાનંદ પણ ચર્ચામાં છે. 127 વર્ષના યોગગુરૂ સ્વામી શિવાનંદને પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પદ્મ પુરસ્કાર અર્પણ કર્યો હતો. ખૂબ ઓછા લોકો તેમના વિશે જાણે છે. આજે તમને સ્વામી શિવાનંદ કોણ છે અને તેમનું સ્વાસ્થ્ય આ ઉંમરે પણ સારું કઈ રીતે છે તે જણાવીએ. 

સ્વામી શિવાનંદ 127 વર્ષના છે. તેમનો જન્મ 8 ઓગસ્ટ 1896 ના રોજ થયો હતો. તેમનો જન્મ આઝાદી પહેલા બંગાળ પ્રેસિડેન્સીમાં થયો હતો જે હવે બાંગ્લાદેશનો ભાગ છે. છેલ્લા ઘણા દાયકાથી તેઓ ઉત્તર પ્રદેશના વારાણસીમાં રહે છે. તેઓ વારાણસીના દુર્ગા કુંડ સ્થિત કબીર નગરમાં રહે છે. 127 વર્ષે પણ તેઓ યોગ કરીને પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે છે. રિપોર્ટ્સ અનુસાર તેઓ રોજ સવારે ત્રણ વાગે જાગીને યોગ કરે છે. 

સ્વામી શિવાનંદ લાઈમલાઈટથી દુર રહેવાનું પસંદ કરે છે. તેઓ પોતાના દિવસની શરુઆત યોગ અને પછી ભગવત ગીતાના પાઠ અને ચંડી શ્લોકના પાઠથી કરે છે. તેમનું કહેવું છે કે તેઓ નાનપણથી ક્યારેય બીમાર પણ પડ્યા નથી. યોગ કરવાના કારણે તેમનું સ્વાસ્થ્ય સારું છે. તેમણે ઉમેર્યું હતું કે યોગ કરવાથી કોઈપણ વ્યક્તિ નિરોગી રહી શકે છે. યોગ કરવાથી સ્ટ્રેસની સમસ્યા પણ થતી નથી. તેમનું માનવું છે કે નવી પેઢીના યુવાનોને યોગ પ્રત્યે પ્રેરિત કરવાની જરૂર છે. ભોજનને લઈને પણ તેમનું કહેવું છે કે તેલ-મસાલાવાળી શાક ખાવાને બદલે બાફેલી દાળ અને શાકભાજી ખાવા જોઈએ. 

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન છેલ્લા ઘણા દિવસોથી થઈ રહ્યું છે. તેવામાં ગત રવિવારે મુંબઈમાં યોગ દિવસના અનુસંધાને એક ઇવેન્ટ નું આયોજન થયું હતું. જેમાં 127 વર્ષના સ્વામી શિવાનંદે પણ ભાગ લીધો હતો. આ ઇવેન્ટમાં તેઓ યોગ કરતા જોવા મળ્યા હતા. તેમણે 127 વર્ષે પણ એવા યોગ કર્યા કે જેને જોઈ આજના સમયના યુવાનોને પણ શરમ આવે. 127 વર્ષે પણ સારું સ્વાસ્થ્ય અને ફિટનેસનું કારણ યોગ હોવાનું કહેવાય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news