Eye Care: ગરમીના દિવસોમાં શરીરને ઠંડક આપે તેવી વસ્તુઓનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે લાભકારી છે. આજ કારણ છે કે ગરમીના દિવસોમાં વિવિધ પ્રકારના ઠંડા પીણા પીવાનું લોકો પસંદ કરે છે. ગરમીથી રાહત આપે એવી ઘણી વસ્તુઓ તમે પણ લેતા હશો. પરંતુ શું તમે જાણો છો કે કેટલાક એવા ફળના જ્યુસ છે જેનું નિયમિત સેવન કરો તો તે સ્વાસ્થ્યની સાથે આંખને પણ ફાયદો કરે છે ? આજે તમને એવા કેટલાક જ્યુસ વિશે જણાવીએ જેનું સેવન કરવાથી આંખનું તેજ વધે છે. ખાસ કરીને જે લોકો કલાકો સુધી લેપટોપ કે કમ્પ્યુટર સામે કામ કરે છે તેમણે આ વસ્તુઓનું સેવન કરવું જોઈએ. તેનાથી આંખની રોશની સુધરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એલોવેરા


એલોવેરા નો જ્યુસ નું સેવન કરવાથી આંખોને ફાયદો થાય છે. શરીરને તો ફાયદો કરે જ છે પરંતુ સૌથી વધારે લાભ એ લોકોને થાય છે જેમની આંખ નબળી હોય છે. આ જ્યુસનું સેવન કરવાથી આઇસાઈટ ઇમ્પ્રુવ થાય છે. 


આ પણ વાંચો:


Headache: આહારમાં કરશો આ 4 ફેરફાર તો માથાના દુખાવાથી મળી જશે છુટકારો, દુખાવો થશે દુર


Turmeric: આ 4 રોગમાં હળદર ખાવાથી વધે છે તકલીફ, તબિયત સુધરવાને બદલે વધારે ખરાબ થાય છે


ઉનાળામાં ખોટા સમયે અને વધારે પ્રમાણમાં છાશ પીવાથી થાય છે નુકસાન, જાણો યોગ્ય સમય


મોસંબી


જો તમારી આંખ નબળી છે તો તમારા માટે મોસંબીનું જ્યુસ પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. મોસંબીનું જ્યુસ વિવિધ પ્રકારના એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર હોય છે જે આંખની નબળાઈ દૂર કરે છે.


ટમેટા


ટમેટાનો ઉપયોગ સલાડમાં કે જ્યુસ તરીકે કરવાથી પણ ફાયદો થાય છે. આંખના સ્વાસ્થ્ય માટે ટમેટા લાભકારી છે તેનું સેવન કરવાથી આંખની રોશની સુધરે છે. ટમેટામાં લ્યુટીન નામનું તત્વ હોય છે જે આંખનું તેજ વધારવામાં મદદ કરે છે. 


બેરીઝ 


ગરમીના દિવસે દરમિયાન અલગ અલગ પ્રકારની બેરીઝ પણ મળતી હોય છે. તેનું જ્યુસ પીવાથી પણ શરીરને જરૂરી મિનરલ્સ અને વિટામિન્સ મળે છે જે આંખ સંબંધિત સમસ્યાને દૂર કરવામાં પણ મદદ કરે છે. 


નાળિયેર પાણી


નાળિયેર પાણી સ્વાસ્થ્યની સાથે આંખ માટે પણ ફાયદાકારક છે. આપનું સ્વાસ્થ્ય સુધારવા માટે અને આંખની નબળાઈ દૂર કરવા માટે નાળિયેર પાણીનું સેવન કરી શકાય છે. નિયમિત રીતે નાળિયેર પાણી પીવાથી આંખની નબળાઈ દૂર થાય છે.


 


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)