Turmeric: આ 4 રોગમાં હળદર ખાવાથી વધે છે તકલીફ, તબિયત સુધરવાને બદલે વધારે ખરાબ થાય છે

Side Effects Of Turmeric: હળદરનો ઉપયોગ કેટલીક બીમારીમાં તો દવાની જેમ થાય છે. હળદર ખાવાથી ઘણા ફાયદા થાય છે. તેથી જ સ્વાસ્થ્ય નિષ્ણાંતો પણ હળદર રેગ્યુલર ખાવાની સલાહ આપે છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે અનેક બીમારીમાં દવા જેવું કામ કરતી હળદર કેટલાક લોકો માટે હાનિકારક સાબિત થાય છે. 

Turmeric: આ 4 રોગમાં હળદર ખાવાથી વધે છે તકલીફ, તબિયત સુધરવાને બદલે વધારે ખરાબ થાય છે

Side Effects Of Turmeric: હળદર એવો મસાલો છે જે દરેક ઘરના રસોડામાં ઉપલબ્ધ હોય છે. એવી કોઈ પણ વાનગી નથી હોતી જેમાં હળદર નો ઉપયોગ ન થાય. હળદર રસોઈમાં જેટલી ઉપયોગી છે એટલી જ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. આયુર્વેદમાં હળદર એક ઔષધી છે જેનો ઉપયોગ અલગ અલગ સ્વાસ્થ્ય સમસ્યાઓમાં કરવામાં આવે છે. હળદરનો ઉપયોગ કેટલીક બીમારીમાં તો દવાની જેમ થાય છે. હળદર ખાવાથી ઘણા ફાયદા થાય છે. તેથી જ સ્વાસ્થ્ય નિષ્ણાંતો પણ હળદર રેગ્યુલર ખાવાની સલાહ આપે છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે અનેક બીમારીમાં દવા જેવું કામ કરતી હળદર કેટલાક લોકો માટે હાનિકારક સાબિત થાય છે. આજે તમને જણાવીએ એવી તકલીફો વિશે જેમાં હળદર ખાવાથી તબિયત બગડી શકે છે. 

આ પણ વાંચો:

ડાયાબિટીસ

જે લોકોને ડાયાબિટીસની બીમારી હોય તેમના માટે ગ્લુકોઝને કંટ્રોલ કરવું જરૂરી હોય છે. તેવામાં જો ડાયાબિટીસના દર્દી વધારે પ્રમાણમાં હળદરનું સેવન કરે તો શરીરમાં રક્તની માત્રા ઘટી જાય છે. 

કમળો

જે લોકોને કમળો થયો હોય તેમણે પણ હળદર થી દૂર રહેવું જોઈએ. કમળાની સમસ્યા દરમિયાન હળદર ખાતા પહેલા ડોક્ટરની સલાહ જરૂરથી લેવી નહીં તો તમારી તબિયત ખરાબ થઈ જશે.

પથરી

પથરી પણ એક જટિલ બીમારી છે જેમાં દર્દીને ખૂબ જ પીડા સહન કરવી પડે છે. પથરીના દર્દી એ પણ હળદરથી દૂર રહેવું જોઈએ. વધારે પ્રમાણમાં હળદરનું સેવન કરવાથી તકલીફ વધી શકે છે. 

બ્લડિંગ

જે લોકોને નાક કે શરીરના કોઈપણ ભાગમાંથી બ્લેડિંગ વારંવાર થતું હોય તેમણે પણ હળદર ઓછા પ્રમાણમાં લેવી. હળદર લેવાથી રક્તસ્ત્રાવ વધી શકે છે અને શરીરમાં રક્તની ઉણપ સર્જાઈ શકે છે જેના કારણે નબળાઈ પણ આવી શકે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news