Weight Loss Juice: આજના સમયમાં મોટાભાગના લોકો સ્થૂળતાની સમસ્યાથી ચિંતિત છે. સ્થુળતા એટલે કે વધારે વજન એવી તકલીફ છે જેના કારણે શરીરમાં ઘણી બધી બીમારીઓ વધવા લાગે છે. વજન વધવા લાગે તો સમયસર તેને કંટ્રોલ કરવા માટેના ઉપાય પણ કરવા જોઈએ. પરંતુ જો તમે વજન ઘટાડવાનો પ્રયત્ન કરો છો અને તો પણ ધાર્યું પરિણામ નથી મળતું તો તમે આ ઉપાય કરી શકો છો. જો તમે વજન કંટ્રોલ કરવા ઈચ્છો છો અને શરીરને ફિટ રાખવું છે તો નાસ્તામાં રોજ આ જ્યુસ પીવાનું રાખો. આ જ્યુસ નિયમિત રીતે પીવાથી 15 દિવસમાં જ વજનમાં નોંધપાત્ર ઘટાડો થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


ઉનાળા દરમિયાન ખાવા જ જોઈએ આ ફળ, નહીં થાય ડિહાઇડ્રેશનની તકલીફ


આ કારણથી પપૈયાને કહેવામાં આવે છે સુપરફુડ, એક નહીં અનેક સમસ્યાથી બચાવે છે પપૈયું


Heart Attack પહેલાં શરીર આપે છે આ સંકેતો, અવગણા કરશો તો મોતને ભેટશો


ગાજરનો જ્યુસ


ગાજરનો જ્યુસ બોડી માટે ફાયદાકારક છે. તેમાં આયરન કેલ્શિયમ અને વિટામિન સી હોય છે.. તેનું સેવન કરવાથી આંખ ને પણ ફાયદો થાય છે અને ઇમ્યુનિટી સુધરે છે. નિયમિત રીતે ગાજરનો જ્યુસ પીવાથી વજનમાં ઘટાડો થાય છે.


કોબીનો જ્યુસ


કોબીનું જ્યુસ પીવું પણ શરીર માટે ફાયદાકારક છે. આ જ્યુસ પીવાથી શરીરના સોજા ઉતરે છે અને સાંધાના દુખાવાથી પણ રાહત થાય છે. આ જ્યુસ પીવાથી પાચન સુધરે છે અને અપચાની તકલીફ મટે છે. નાસ્તામાં કોબીનો જ્યુસ પીવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે જેના કારણે વજન ઘટાડવામાં મદદ મળે છે.


બીટનો રસ


બીટનો રસ પણ શરીર માટે ફાયદાકારક છે તેને પીવાથી હિમોગ્લોબિન વધે છે અને થાક દૂર થાય છે. બીટનો રસ પીવાથી વજન ઘટાડવું સરળ થઈ જાય છે. તેનાથી પાચન તંત્ર સુધરે છે. નાસ્તામાં સવારે બીટ નો જ્યુસ પીવાથી વજન ઝડપથી ઉતરે છે.