Home Remedies For Acidity: તરબૂચ પાણીથી ભરેલું ફળ છે. તેનું સેવન કરવાથી શરીરને ઘણા બધા ફાયદા થાય છે. આ ફળ પેટ માટે પણ ખૂબ જ ગુણકારી છે. આ ફળ સ્કિન માટે પણ ફાયદાકારક છે. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ જે લોકોને એસિડીટીની સમસ્યા વારંવાર થતી હોય તેમણે તરબૂચના જ્યુસનું સેવન કરવું જોઈએ. તરબૂચનું જ પીવાથી શરીરને લાભ થાય છે. સૌથી મોટો ફાયદો એ હોય છે કે તરબૂચ નો જ્યુસ પીવાથી પેટની બળતરા 10 મિનિટમાં શાંત થઈ જાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


ગેસના કારણે દુખે છે માથું? તો આ ઉપાય 10 મિનિટમાં આપશે માથાના દુખાવા અને ગેસથી રાહત


તમને પણ નાસ્તામાં ચીઝ અને બ્રેડ ખાવાની છે આદત ? તો આ વાતની તમને હોવી જોઈએ ખબર


ડાયાબિટીસના દર્દીઓ માટે આ લોટ છે સૌથી ઉત્તમ, કાયમ માટે દુર થશે હાઈ બ્લડ શુગરની ચિંતા


એસિડ રિફ્લેક્શનની સમસ્યામાં પેટ અને છાતીમાં તીવ્ર બળતરા થવા લાગે છે. આવી સ્થિતિમાં કોઈપણ ઉપાય કરો તો બળતરા શાંત થતી નથી અને ખાટા ઓડકાર, ઉલ્ટી જેવી તકલીફો સહન કરવી પડે છે. પરંતુ સ્વાસ્થ્ય નિષ્ણાંતો જણાવે છે કે તરબૂચનું જ્યુસ પીવાથી આ લક્ષણોને ઘટાડી શકાય છે. સાથે જ પેટની બળતરાથી પણ તુરંત શાંતિ મળે છે.


તરબુચનું જ્યુસ પોટેશિયમથી ભરપૂર હોય છે અને તે પેટના એસિડને ન્યુટ્રીલાઈઝ કરવાનો પ્રયત્ન કરે છે. તેનાથી મેટાબોલિક ગતિ પણ તીવ્ર થાય છે અને એસિડિક સમસ્યા ઓછી થઈ જાય છે. તેના કારણે થોડી વારમાં જ એસિડિટીથી રાહત મળવા લાગે છે. 


એસિડીટી મટાડવા માટે તરબૂચના જ્યુસનું સેવન કરવું હોય તો તેમાં થોડું સંચળ ઉમેરી દેવું. તરબૂચ એવું ફળ છે જે શરીરમાંથી ટોક્સિન અને એસિડને બહાર કાઢવામાં મદદ કરે છે. તેનાથી પાચનની ગતિ પણ તીવ્ર થાય છે. તેથી હવે જો તમને એસિડીટી થાય તો એસિડીટી મટાડવા માટે દવા લેવાને બદલે તરબૂચનું જ્યુસ પી લેવું.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)