Lukewarm Water: 30 દિવસ સુધી હુંફાળું પાણી પીવાથી શું થાય ? ફાયદા અને નુકસાન બંને જાણી લો
Lukewarm Water: શું તમે જાણો છો કે સતત એક મહિના સુધી હુંફાળું પાણી પીવામાં આવે તો શરીર પર તેની કેવી અસર થાય ? ન જાણતા હોય તો આજે તમને જણાવીએ. હુંફાળું પાણી પીવાના ફાયદા અને નુકસાન બંને વિશે આજે તમને જાણકારી આપીએ.
Lukewarm Water: પાણી આપણું જીવન છે. પાણી વિના જીવન શક્ય નથી. જીવવા માટે હવા પછી પાણી સૌથી વધુ જરૂરી છે. હેલ્થ એક્સપર્ટ સાદા પાણીને બદલે હુંફાળું પાણી પીવાની સલાહ આપતા હોય છે. ઘણા લોકો આ સલાહનું પાલન પણ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે સતત એક મહિના સુધી હુંફાળું પાણી પીવામાં આવે તો શરીર પર તેની કેવી અસર થાય ? ન જાણતા હોય તો આજે તમને જણાવીએ. હુંફાળું પાણી પીવાના ફાયદા અને નુકસાન બંને વિશે આજે તમને જાણકારી આપીએ.
આ પણ વાંચો:Flowers: ડાયાબિટીસની દવા છે આ 5 ફૂલ, સવારે ખાઈ લીધું તો રાત સુધી સુગર રહેશે કંટ્રોલ
હુંફાળું પાણી પીવાના ફાયદા
1. હુંફાળું પાણી પીવાથી ત્વચા સુંદર બને છે. હેલ્થ એક્સપર્ટ અનુસાર જો એક મહિના સુધી હુંફાળું પાણી પીવામાં આવે તો સ્કીન ગ્લોઇંગ દેખાય છે અને ત્વચાની સમસ્યા પણ દૂર થઈ જાય છે.
2. હુંફાળું પાણી શિયાળામાં સૌથી વધુ ફાયદો કરે છે. ઠંડીની ઋતુમાં શારીરિક સ્વાસ્થ્ય સુધારવું હોય તો હુંફાળું પાણી પીવું જોઈએ. શિયાળામાં હુંફાળું પાણી પીવાથી શરદી, ઉધરસ, તાવ જેવી સમસ્યા મટે છે.
આ પણ વાંચો:Home Remedies: ખાટા ઓડકાર આવતા હોય તેણે ખાવી આ 5 વસ્તુઓ, તુરંત મળે છે રાહત
3. નિયમિત હુંફાળું પાણી પીવાથી વજન કંટ્રોલ કરવામાં મદદ મળે છે. તેનાથી ખૂબ ઓછી લાગે છે અને મેટાબોલિઝમ બુસ્ટ થાય છે.
હુંફાળું પાણી પીવાના નુકસાન
1. એક મહિના સુધી જો માત્ર હુંફાળું પાણી પીવામાં આવે તો શરીરના જરૂરી પોષક તત્વો અને વિટામીન નો નાશ થવા લાગે છે.
આ પણ વાંચો:નસોમાં જામેલા બેડ કોલેસ્ટ્રોલનો ખાતમો કરી દેશે આ વસ્તુ, દવા લેવાની નહીં પડે જરૂર
2. હુંફાળું પાણી પીવાથી શારીરિક સમસ્યા પણ થઈ શકે છે. જેમકે યુરિનમાં સમસ્યા, સતત થાક લાગવો, વારંવાર પેશાબ જવું વગેરે.
3. દિવસમાં એક કે બે વખત હુંફાળું પાણી પી શકાય છે પરંતુ આખો દિવસ હુંફાળું પાણી પીવું સ્વાસ્થ્યને નુકસાન કરે છે. તેથી હુંફાળું પાણી પીવું હોય તો ડોક્ટરની સલાહ પછી જ તેનું સેવન કરવું.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)