નવી દિલ્હી  :કોઈ જમાનામાં સંદેશ પહોંચાડવાનું કામ કરતા કબૂતર આજે સંક્રામક બીમારીનું કારણ બની ગયા છે. ડોક્ટરો અનુસાર, કબૂતરોની વધતી સંખ્યાને કારણે શહેરમાં લોકોને ફેફસાંમાં સંક્રમણ થવાની સમસ્યાઓ વધી રહી છે. જોધપુરમાં શ્વાસ સંબંધી બીમારીને લાઈને મોટી સંખ્યામાં દર્દીઓ હોસ્પિટલમાં આવી રહ્યાં છે. પ્રથમ દ્રષ્ટિએ શ્વાસની બીમારી અને ખાંસીથી શરૂ કરીને દર્દી અસ્થમા કે ટીબીને લઈને પોતાની સારવાર કરાવવા માટે હોસ્પિટલમાં જઈ રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Photos : પાણી માટે વલખા મારતા કચ્છની વધુ એક ભયાનક વાસ્તવિકતા, ભૂખથી તડપડી રહ્યા છે સેંકડો ઊંટ


ડોક્ટરોની માનીએ તો, આ બીમારીને ચિકીત્સીય ભાષામાં હાઈપરસેન્સિટીવ ન્યૂ મોનાઈટિસ કહેવાય છે. કબૂતરના માઈક્રો હૈદરથી ફેફસામાં સંક્રમણ અને સોજો પણ આવી શકે છે. જોધપુરના ડોક્ટર અશોક રાઠીનું કહેવુ છે કે, આજના દિવસોમાં કબૂતરોના સંક્રમણને કારણે દર્દીઓની સંખ્યા વધી રહી છે. જોધપુરમાં આમ તો પહેલેથી જ પ્રદૂષણનું સ્તર વધેલું છે અને હવે કબૂતરોની બીટ સૂખ્યા બાદ ડસ્ટના રૂપમાં લોકોના ફેફસામાં જઈ રહી છે. આ બીમારીમાં લાપરવાહી રાખવાથી દર્દીને આજીવન ઓક્સિજન પાઈપની મદદથી જીવવું પડી શકે છે. તો તેની સારવાર દરમિયાન પણ દર્દીને આઈસોલેટેડ રાખવામાં આવે છે અને સ્ટીરોઈડ અને ઓક્સિજન આપીને ઉપચાર કરવામાં આવે છે. 


Mothers Day : પુત્ર માટે જીવ ઘસી નાંખતી ગુજરાતની આ માતાને સો સો સલામ


ડો. અંકિત રાઠીનું કહેવું છે કે, સામાન્ય રીતે આ બીમારી કબૂતરોને દાણાં નાખતા સમયે અથવા જ્યાં કબૂતર નિવાસ કરે છે, તે વિસ્તારમાં વધુ જોવા મળે છે. ખાસ કરીને જૂના શહેરી વિસ્તારો જ્યાં લોકોના મકાન પાસપાસે હોય અને તેમના ઘર પર કબૂતર બેસી રહે છે. પરંતુ લોકોની જાણકારીના અભાવે લોકોને માલૂમ નથી પડી રહ્યુઁ છે કે, કબૂતર પણ કોઈ બીમારીનું કારણ બની શકે છે.


ધર્મજમાં આજે ફેરમતદાન, EVM-VVPAT પાસે અંધારુ હોવાથી મતદારો ગૂંચવાયા


દેશભરના અનેક શહેરોમા આ સમસ્યા જોવા મળી રહી છે. હાલમાં જ જે રીતે આ બીમારી સામે આવી છે, તેનાથી તબીબોની સામે મોટી ચેલેન્જ સામે આવી રહી છે. તો સાથે જ આ બીમારીની સામે લડવા માટે કેવા પ્રકારના સાવચેતીના પગલા લઈ શકાય તે પર પણ વિચારવાની જરૂર છે.