Dengue Symptoms: વરસાદ પછી જ્યારે મચ્છરનો ઉપદ્રવ વધી જાય તો ડેન્ગ્યુ મલેરિયા જેવી મચ્છરજન્ય બીમારીના કેસ પણ વધવા લાગે છે. ડેન્ગ્યુ મચ્છરજન્ય ગંભીર રોગ છે. હાલ પણ દેશના ઘણા રાજ્યોમાં ડેન્ગ્યુના કેસ સતત વધી રહ્યા છે. વરસાદ પછી ડેન્ગ્યુ ફેલાવતા મચ્છર માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાય છે. જેના કારણે આ મચ્છરનો ઉપદ્રવ વધી જાય છે અને બીમારી પણ ઝડપથી ફેલાવવા લાગે છે. ડેન્ગ્યુ એડિસ મચ્છરના કરડવાથી ફેલાય છે. આ બીમારી ગંભીર પણ બની શકે છે. તેથી શરૂઆતમાં જ તેના લક્ષણોને ઓળખીને યોગ્ય સારવાર લઈ લેવી જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Cough Remedy: દિવસ કરતાં વધારે ઉધરસ રાત્રે આવે છે ? તો અપનાવો આ ઘરેલુ ઉપાયો


વરસાદી વાતાવરણમાં તાવ અને શરદી ઉધરસના કેસ પણ વધારે હોય છે જેના કારણે લોકો ડેન્ગ્યુને ઓળખવામાં પણ ભૂલ કરી બેસે છે. જેના કારણે ઘણા કેસમાં ખૂબ મોડું થઈ જાય છે. જો લાંબા સમય સુધી ડેન્ગ્યુની અવગણના કરવામાં આવે તો તબિયત ગંભીર રીતે બગડી શકે છે કારણ કે ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ઝડપથી ઘટી જાય છે. આજે તમે ડેન્ગ્યુના કેટલાક શરૂઆતથી લક્ષણ વિશે જણાવીએ. આ લક્ષણો જણાય તો મોડું કર્યા વિના તુરંત જ ડોક્ટરી તપાસ કરી સારવાર શરૂ કરી દેવી. 


ડેન્ગ્યુના શરુઆતી લક્ષણો


આ પણ વાંચો:  માઈગ્રેનમાં દવા ખાવાથી બચવું હોય તો જાણો દુખાવો થાય ત્યારે શું કરવું અને શું નહીં ?


1. ડેન્ગ્યુનું સૌથી સામાન્ય લક્ષણ છે અચાનક જ તાવ આવવો. ડેન્ગ્યુમાં તાવ સામાન્ય રીતે બે થી સાત દિવસ સુધી રહે છે. 


2. ડેન્ગ્યુના કારણે માથામાં દુખાવો પણ રહે છે. ડેન્ગ્યુમાં મોટાભાગે આંખની પાછળના ભાગમાં દુખાવાનો અનુભવ થાય છે. 


3. ડેન્ગ્યુના કારણે શરીરના સાંધા અને સ્નાયુમાં તીવ્ર દુખાવો શરૂ થાય છે. આ દુખાવામાં એવું લાગે છે કે હાડકા તૂટી રહ્યા હોય. 


આ પણ વાંચો: Tips For Milk: દૂધ સાથે ભુલથી પણ ન ખાતા આ 3 વસ્તુઓ, ખાવાથી સ્કીન પર પડે છે સફેદ ડાઘ


4. ડેન્ગ્યુના કારણે શરીરમાં અચાનક જ થાક અને નબળાઈ અનુભવાય છે. આ સ્થિતિમાં વ્યક્તિ સામાન્ય કરતાં પણ વધારે થાકેલા લાગે છે. 


5. કેટલાક કેસમાં ડેન્ગ્યુની શરૂઆતમાં દર્દીને ત્વચા પર લાલ નિશાન પડવા લાગે છે. 


6. ડેન્ગ્યુ થાય તો પેટમાં દુખાવો પણ રહે છે. કેટલાક દર્દીને પેટમાં દુખાવાની સાથે ઉલટીઓ પણ વારંવાર થાય છે. 


7. ડેન્ગ્યુમાં મળમાંથી લોહી પણ નીકળે છે. જોકે આ લક્ષણ ખૂબ જ ગંભીર સ્થિતિમાં જોવા મળે છે. 


આ પણ વાંચો: Rusk With Tea: તમે પણ ચા સાથે ખાવ છો રસ્ક ? તો આજથી સુધારી લો આદત, જાણો કારણ


ડેન્ગ્યુથી બચવા શું કરવું ? 


જેમ અગાઉ જણાવ્યું તેમ વરસાદી વાતાવરણમાં મચ્છરનો ઉપદ્રવ વધી જાય છે. તેથી ડેન્ગ્યુ થવાનું જોખમ પણ વધે છે. આવી સ્થિતિમાં ડેન્ગ્યુથી બચવું હોય તો સૌથી પહેલા તો ઘરમાં અને ઘરની આસપાસ સફાઈનું ધ્યાન રાખો જેથી ડેન્ગ્યુ ફેલાવતા મચ્છર ન વધે. આ સિવાય બહાર નીકળતી વખતે આખા કપડાં પહેરવા. રાતના સમયે ઘરમાં મચ્છર ન આવે તે માટેના ઉપાય કરવા અને સુવા માટે મચ્છરદાનીનો ઉપયોગ કરવો.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)