Chikoo Benefits: ગરમીની શરૂઆત થાય એટલે માર્કેટમાં ચીકુ પણ મળવા લાગે છે. ઉનાળામાં ચીકુ ખાવાથી શરીરને ઘણા બધા ફાયદા થાય છે. ખાસ તો પાંચ એવી સમસ્યા છે જે ચીકુ દુર કરી શકે છે. ચીકુ પોષક તત્વથી ભરપૂર ફળ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચીકુમાં મુખ્ય રીતે કેલ્શિયમ, ડાયેટરી ફાઇબર અને વિટામિન સી જેવા પોષક તત્વો મળી આવે છે. ઉનાળા દરમિયાન ચીકુ ખાવાથી શરીરની 5 સમસ્યાઓમાં રાહત મળે છે. શરીરની આ 5 સમસ્યા એવી છે જે મોટાભાગના લોકોને સતાવતી હોય છે. જો તમે ઉનાળામાં ચીકુનું સેવન કરવાનું રાખો છો તો આ સમસ્યાઓથી મુક્તિ મળી જશે. 


ઉનાળામાં ચીકુ ખાવાથી થતા ફાયદા 


આ પણ વાંચો: Diabetes:ડાયાબિટીસમાં તરબૂચ ખાવાથી નુકસાન ? જાણો બ્લડ શુગર પર થતી અસર વિશે


1. ચીકુનું સેવન કરવાથી શરીરને નબળાઈ દૂર થાય છે અને ઇમ્યુનિટી બુસ્ટ થાય છે. ચીકુમાં વિટામિન સી હોય છે સાથે જ તેમાં પોલિફેનોલ્સ અને એન્ટિઓક્સિડન્ટ હોય છે. જે શરીરની નબળાઈને દૂર કરે છે અને ઇમ્યુનિટી ને બુસ્ટ કરે છે. 


2. ચીકુ એવું ફળ છે જેને ખાવાથી શરીરને ભરપૂર માત્રામાં કેલ્શિયમ અને ફોસ્ફરસ જેવા પોષક તત્વો મળે છે. આ પોષક તત્વો નબળા હાડકાને પણ મજબૂત બનાવી શકે છે. નિયમિત રીતે ચીકુનું સેવન કરવાથી હાડકા મજબૂત થાય છે. 


આ પણ વાંચો: Cumin: કબજીયાત, ગેસ અને બ્લોટીંગથી 10 મિનિટમાં મુક્તિ અપાવશે જીરાનો આ ઘરેલું નુસખો


3. જ્યારે શરીરનું પાચન તંત્ર નબળું પડી જાય છે તો શરીરમાં અનેક બીમારીઓ ઉત્પન્ન થાય છે. જો તમે નિયમિત ઉનાળામાં ચીકુ ખાવાનું રાખો છો તો તેનાથી ગટ હેલ્થ સુધરે છે. ચીકુ આંતરડામાં થતી સમસ્યાઓને અને ઇન્ફેક્શનને ઘટાડે છે જેના કારણે પાચનશક્તિ પણ મજબૂત થાય છે. 


4. ચીકુમાં ઘણા એવા વિટામીન્સ, એન્ટિઓક્સિડન્ટ અને મિનરલ્સ હોય છે જે સ્કીન પર ચમક લાવે છે. ચીકુ વિટામીન ઈનો પણ સારો સોર્સ છે. જો તમે ચીકુનો અર્ક ચેહરા પર લગાડો છો તો ચહેરાની ચમક વધી જાય છે. નિયમિત રીતે ચીકુ ખાવાથી ઘણી બધી સ્કિન સમસ્યા દૂર થવા લાગે છે. 


આ પણ વાંચો: Mangoes: "કેરી ખાવાથી વજન અને બ્લડ શુગર વધી જાય.." જાણો આ વાત સાચી કે ખોટી


5. ચીકુમાં એન્ટી ઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે. ચીકુ ખાવાથી શરીરને વિટામીન એ અને વિટામિન બી પણ મળે છે. કેટલીક રિસર્ચમાં સાબિત થયું છે કે ચીકુમાં એન્ટી કેન્સર ગુણ પણ હોય છે. એટલે કે ચીકુ શરીરમાં કેન્સર સેલ્સને વધતા અટકાવે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)