Health Tips: આયુર્વેદમાં એવા અનેક ઝાડ અને છોડ છે જેને ઔષધી તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. આવું જ એક ગુણકારી અને બહુ ઉપયોગી ઝાડ છે લીમડાનું. કડવો લીમડો ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે અને તે અનેક બીમારીઓમાં દવા જેવું કામ કરે છે. લીમડાના પાન ઉપરાંત તેના ફળ, તેનું તેલ, તેની છાલ બધી જ વસ્તુ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. લીમડાની આ વસ્તુઓનો ઉપયોગ કરીને શરીરની વિવિધ સમસ્યાઓને દૂર કરવાની દવાઓ પણ બને છે. આવી દવાઓ લેવાની બદલે જો તમે સવારે ખાલી પેટ માત્ર બે લીમડાના પાન પણ ચાવીને ખાવ છો તો તેનાથી શરીર સ્વસ્થ રહે છે અને દવા ખાવાની જરૂર પણ પડતી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લીમડાના પાન ચાવીને ખાવાથી થતા ફાયદા


આ પણ વાંચો:


Tamarind Benefits: આમલી પેટના દુખાવાને 5 મિનિટમાં કરશે દુર, જાણો ઉપયોગ કરવાની રીત


Fitness Tips: આયુર્વેદ અનુસાર સવારે ખાલી પેટ પીશો આ વસ્તુ તો શરીર રહેશે ફીટ


Mulethi Benefits: મુલેઠીથી એકવારમાં શરદી-ઉધરસનું કામ થશે તમામ, જાણો ઉપયોગ કરવાની રીત


લીવરનું સ્વાસ્થ્ય સુધરે છે


લીમડાના પાન ચાવીને ખાવાથી લીવર સારી રીતે કામ કરે છે. લીમડાના ગુણ લીવરને ઉત્તેજિત કરે છે અને શરીરના ટોક્સિનને બહાર કાઢે છે. લીમડાના પાન ચાવીને ખાવાથી શરીરમાં થતી બળતરા થી પણ મુક્તિ મળે છે.


ત્વચા માટે લાભકારી


લીમડાના પાનનો ઉપયોગ કરવાથી ત્વચા સંબંધિત ઇન્ફેક્શન પણ મટે છે. લીમડાના પાન એન્ટી ફંગલ અને એન્ટી બેકટેરિયલ ગુણોથી ભરપૂર હોય છે. તેનો ઉપયોગ કરવાથી ત્વચા સ્વસ્થ રહે છે.


ડાયાબિટીસ રહે છે કંટ્રોલમાં


જે લોકોને ડાયાબિટીસની સમસ્યા હોય તેમણે રોજ લીમડાના પાનનું સેવન કરવું જોઈએ. રોજ સવારે લીમડાના પાન ચાવીને ખાવાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે. નિયમિત તેનો ઉપયોગ કરવાથી ઇન્સ્યુલિનની જરૂરિયાત 50% સુધી ઘટાડી શકાય છે.


આ પણ વાંચો:


દૂધ સાથે બધું મિક્સ કરજો પણ આ 4 વસ્તુ ભુલથી પણ ન કરવી મિક્સ, આ દૂધ તમને કરશે બીમાર


Health Tips: દહીં-ખાંડ ખાવા શા માટે ગણાય છે શુભ ? જાણો આયુર્વેદમાં જણાવેલા 6 કારણો


પાચન સુધરે છે


લીમડાના પાન પાચનશક્તિને સુધારે છે. જો તમે લીમડાના પાન ચાવીને ખાઈ શકતા નથી તો તમે તેનો રસ બનાવીને અથવા તો લીમડાનો અર્ક પણ લઈ શકો છો. માર્કેટમાં લીમડાની દવા પણ ઉપલબ્ધ હોય છે તેનો ઉપયોગ પણ ડોક્ટરની સલાહ અનુસાર કરી શકાય છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)