Curd and Jaggery Benefits: સામાન્ય રીતે તમે દહીંમાં સાકર ઉમેરીને ખાધી હશે. પરંતુ શું તમે જાણો છો કે દહીંમાં ગોળ ઉમેરીને ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે ? દહીં અને ગોળનું કોમ્બિનેશન શરીર માટે ખૂબ જ લાભકારી છે. તેનું સેવન કરવાથી એનર્જી વધે છે અને સાથે જ શરીરની કેટલીક બીમારીઓ દવા વિના જ દૂર થઈ જાય છે. ખાસ કરીને ગરમીની ઋતુમાં દહીં અને ગોળનું કોમ્બિનેશન શરીરને ઠંડક આપે છે. તેના કારણે વાત, પિત, કફ જેવા તત્વોનું બેલેન્સ જળવાઈ રહે છે. તો ચાલો તમને એ બીમારીઓ વિશે પણ જણાવીએ જે દહીં અને ગોળ ખાવાથી દૂર થઈ જાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


આ ફળને ભુલથી પણ ન ખાતા એકસાથે, ફ્રુટના આ Combination તબિયત કરે છે ખરાબ


Weight Loss કરવા માટે ડાયટ કે એક્સરસાઈઝ નહીં કરો આ કામ, 10 દિવસમાં દેખાશે અસર


સુકી ઉધરસ અને ગળામાં દુખાવો તુરંત દુર કરે છે આ દેશી નુસખા, છૂટો પડી નીકળી જાશે કફ


એનિમિયા હોય તો દહીં સાથે ગોળ ખાવો


એક વાટકી દહીંમાં થોડો ગોળ ઉમેરીને તેને ખાવાથી મેટાબોલિઝમ સુધરે છે અને ભૂખ પણ વારંવાર લાગતી નથી. દહીંમાં ગોળ ઉમેરીને ખાવાથી એનીમિયા જેવી બીમારીથી બચાવ થાય છે. દહીમાં ગોળ ઉમેરીને ખાવાથી હિમોગ્લોબિન વધે છે.


મેટાબોલિઝમ સુધરે છે


દહીંમાં ગોળ ઉમેરીને ખાવાથી મેટાબોલિક ગતિવિધિઓ તેજ થાય છે. આ કોમ્બિનેશન પ્રોબાયોટિક છે જે પેટની અંદર મેટાબોલિક રેટ ને વધારે છે. જેના કારણે ભોજન સરળતાથી પચી જાય છે અને અપચો ગેસ જેવી તકલીફ થતી નથી.


હાડકા માટે લાભકારી


દહીંમાં ગોળ ઉમેરીને ખાવાથી હાડકાને પણ ફાયદો થાય છે. શરીરના હાડકા મજબૂત થાય છે અને સાંધાના દુખાવા ઘટે છે. દહીંમાં ગોળ ઉમેરીને ખાવાથી સંધિ વા જેવી સમસ્યાથી બચાવ થાય છે. તેનું સેવન કરવાથી હાડકાનો ઘસારો પણ થતો નથી.