Custard Apple: શરીરનું વજન વધારે હોવું તે એક ગંભીર સમસ્યા છે. પરંતુ એટલી જ ગંભીર સમસ્યા છે શરીરનું હદ કરતાં વધારે ઓછું વજન. ઘણા લોકો એવા હોય છે જે ખૂબ જ દુબળા હોય છે અને પોતાનું વજન વધારવા માટે અનેક પ્રયત્ન કરતા હોય છે. જે રીતે વજન વધારે હોવાથી બીમારીઓ વધે છે તે રીતે જો વજન ઓછું હોય તો તે સ્થિતી પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. વધારે પડતું દુબળું શરીર વ્યક્તિને શરમજનક સ્થિતિમાં પણ મૂકે છે. તેનાથી આત્મવિશ્વાસને પણ અસર થાય છે. જો તમે પણ દુબળા પણાથી કંટાળી ગયા છો અને શરીરનું વજન યોગ્ય રીતે વધારવા માંગો છો તો સીતાફળને ડેઇલી ડાયટમાં સામેલ કરો. સીતાફળ ખાવાથી શરીરનું હેલ્ધી રીતે વજન વધે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Oral Health: આ 5 ઘરગથ્થુ ઉપાયથી દાંતનો સડો થશે દુર, દુખાવાથી મળશે રાહત


સીતાફળ પોષક તત્વોથી ભરપૂર હોય છે. સીતાફળમાં ફાઇબર, આઇરન, વિટામિન એ, વિટામિન સી અને પોટેશિયમ હોય છે. સીતાફળ નિયમિત રીતે ખાવાથી શરીર સ્વસ્થ રહે છે. સાથે જ શરીરમાં હેલ્થી ફેટ વધે છે જેના કારણે ઓછા વજનની ફરિયાદ દૂર થાય છે. 


જે લોકો વધારે પડતા દુબળા હોય તેણે સવારે નાસ્તામાં સીતાફળનું શેક અથવા તો સ્મુધી બનાવીને તેનું સેવન કરવું જોઈએ. તમે સીતાફળને દહીં સાથે પણ ખાઈ શકો છો. જો તમે નિયમિત વર્કઆઉટ કરો છો તો વર્કઆઉટ કર્યા પછી સીતાફળ ખાવું જોઈએ. સીતાફળમાં કેલેરી ભરપૂર માત્રામાં હોય છે જે વજન વધારે છે.


આ પણ વાંચો:Clove Benefits: શરીરને નિરોગી રાખે છે લવિંગ, રોજ ચાવીને ખાવાથી થશે આ ફાયદા


સીતાફળ ખાવાના અન્ય ફાયદા


- જે લોકોને કબજિયાત રહેતી હોય અને પેટ સાફ ન આવતું હોય તેમણે પણ ડાયટમાં સીતાફળ ખાવું જોઈએ. સીતાફળ ખાવાથી પાચન સંબંધિત સમસ્યા દૂર થાય છે અને કબજિયાત મટે છે.


- વિટામીન સીથી ભરપુર સીતાફળ શરીરની રોગપ્રતિકારક શક્તિ બુસ્ટ કરે છે જેના કારણે વારંવાર બીમાર પડવાથી બચી જવાય છે.


- એન્ટિ ઓક્સિડન્ટથી ભરપૂર સીતાફળ બોડીને ડિટોક્ષ કરે છે અને કિડનીનું સ્વાસ્થ્ય પણ સારું રાખે છે. સીતાફળ સવારે અથવા તો સાંજે ખાવાથી સૌથી વધુ લાભ થાય છે.


આ પણ વાંચો: શિયાળામાં દરરોજ સવારે આ રીતે કરવું ચિયા સીડ્સનું સેવન, આ 5 સમસ્યાઓથી તુરંત મળશે રાહત


- સીતાફળ ફાઇબરથી ભરપૂર હોય છે તેનું સેવન કરવાથી પાચનતંત્ર સારી રીતે કામ કરે છે. સાથે જ વારંવાર થતી ગેસ એસીડીટી અને પાચનની અન્ય સમસ્યાઓ મટી જાય છે. 


- સીતાફળ પોટેશિયમ અને કેલ્શિયમથી ભરપૂર હોય છે તે સ્નાયુ અને હાડકાના દુખાવાની સમસ્યા દૂર કરે છે અને હાડકાને મજબૂત બનાવે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)