Oral Health: આ 5 ઘરગથ્થુ ઉપાયથી દાંતનો સડો થશે દુર, દાંત અને પેઢાના દુખાવાથી મળશે રાહત

Oral Health: ઘણા લોકો દાંતનો સડો, દાંતમાં ઈન્ફેકશન, પેઢામાં દુખાવો, મોંમાં દુર્ગંધ સહિતની સમસ્યાથી પરેશાન હોય છે. દાંતમાં સડો થવાથી તકલીફ ખૂબ વધારે થાય છે. દાંતમાં સડો થઈ જાય તો ખાવા-પીવાની પણ સમસ્યા થઈ જાય છે. દાંતની આવી સમસ્યાને દુર કરવા તમે કેટલાક ઘરગથ્થુ ઉપાયો કરી શકો છો જેનાથી તમને દાંતના દુખાવાથી રાહત મળશે.

લીમડાનું દાંતણ

1/5
image

જો તમે દાંતના સડોથી પરેશાન છો તો તમે કેટલાક ઘરેલું ઉપચાર અપનાવીને તેને મટાડી શકો છો. દાંત સાફ કરવા માટે અને સડાને વધતો અટકાવવા માટે તમે લીમડાના દાંતણનો ઉપયોગ કરી શકો છો. 

એલોવેરા જેલ

2/5
image

એલોવેરા જેલ દાંતના સડાથી રાહત અપાવવામાં ખૂબ ઉપયોગી સાબિત થાય છે. તેમાં એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે. તેને તમે પાણીમાં ઉમેરી કોગળા કરી શકો છો.

ઓઈલ પુલિંગ

3/5
image

તમે ઓઈલ પુલિંગ પણ કરી શકો છો. તેનાથી દાંતના સડાથી પણ ઘણી રાહત મળે છે. દાંતમાં રહેલા ખરાબ તત્વો ઓઈલ પુલિંગ દૂર કરે છે અને દાંતને થતું નુકસાન અટકાવે છે.

મીઠું

4/5
image

દાંતના સડાના કારણે થતી સમસ્યાને તુરંત જ દૂર કરવા માટે મીઠું ખૂબ જ મદદગાર સાબિત થાય છે. તેના માટે દરરોજ સવારે અને સાંજે મીઠાના પાણીથી કોગળા કરવા જોઈએ.

લવિંગ

5/5
image

લવિંગ દાંતને અનેક સમસ્યાથી બચાવવામાં મદદ કરે છે.  દાંતમાં સડો હોય, દુખાવો હોય, પેઢામાં સોજો હોય કે કોઈપણ સમસ્યા હોય તેમાં લવિંગ ઉપયોગી સાબિત થાય છે.