Skin Care: શિયાળામાં લીલી હળદરનું સેવન લોકો કરતા હોય છે. લીલી હળદરની સાથે આંબા હળદર પણ મળે છે. લોકો તેને લીલી હળદરની સાથે ઉમેરીને ખાય તો છે પરંતુ તેના ઔષધીય ગુણોથી અવગત નથી હોતા. આંબા હળદર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક વનસ્પતિ છે જેનું સેવન મલાઈકા અરોરા પણ કરે છે કારણ કે તે ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આંબા હળદર એક પ્રકારનું આદુ છે જે દેખાવમાં હળદર જેવું હોય છે અને તેનો સ્વાદ કાચી કેરી જેવો હોય છે. આંબા હળદરનો ઉપયોગ અલગ અલગ પ્રકારની ઔષધિમાં પણ થાય છે. કારણ કે તે સ્વાસ્થ્ય માટે લાભકારક માનવામાં આવે છે. તેનાથી ત્વચાને સૌથી વધુ લાભ થાય છે.


આ પણ વાંચો:  આ રીતે બનાવશો મેથીના લાડુ તો નહીં લાગે કડવા, રોજ સવારે એક લાડુ ખાવાથી થશે અનેક ફાયદા


આંબામાં હળદરને આયુર્વેદમાં સુજનરોધી, પાચન માટે સારી અને એન્ટિઓક્સિડન્ટ ગુણથી ભરપૂર કહેવામાં આવી છે. આંબા હળદર ખાવાથી શરીરના સોજા ઓછા થાય છે. શરીરમાં જો કોઈ જૂની બીમારી હોય તો નિયમિત રીતે આંબા હળદર ખાવી જોઈએ. તેનાથી બીમારી ધીરે ધીરે મટવા લાગે છે. આંબા હળદરનું સેવન કરવાથી પાચન પણ સારું રહે છે, માનવામાં આવે છે કે તેમાં એવા એન્જાઈન હોય છે જે પાચનની ઉત્તેજિત કરે છે. 


આ પણ વાંચો: પેટના ગેસ અને અપચાની સમસ્યા 5 મિનિટમાં દુર કરશે આ પાચક ગોળી, આ રીતે બનાવો ઘરે


આંબા હળદર સૌથી વધુ ફાયદો ત્વચા અને વાળને કરે છે કારણ કે તેમાં એવા તત્વ હોય છે જે વાળ અને ત્વચાને ફ્રી રેડિકલ્સથી થતા નુકસાનથી બચાવે છે. આંબા હળદરનું સેવન કરવાથી ત્વચા ચમકદાર અને હેલ્ધી રહે છે. તેમાં એવા તત્વ હોય છે જે ત્વચાની સમસ્યાઓને દૂર કરી ત્વચાને વધતી ઉંમરે પણ સ્વસ્થ અને યુવાન રાખે છે. 


આંબા હળદરનો સૌથી મોટો ફાયદો એ છે કે તે રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે. આંબા હળદર ખાવાથી ઇમ્યુનિટી સ્ટ્રોંગ થાય છે. શિયાળા દરમિયાન હળદર અને આંબા હળદરનું સેવન શરીર માટે ફાયદાકારક સાબિત થાય છે.


આ પણ વાંચો: શિયાળામાં પીશો ગુંદની રાબ તો નખમાં પણ નહીં રહે રોગ, જાણો તેના લાભ અને બનાવવાની રીત


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)