Bad Cholesterol: રાત્રે પાણી સાથે ખાઈ લેવી આ વસ્તુ, સવારે ટોયલેટમાં નીકળવા લાગશે બેડ કોલેસ્ટ્રોલ
Bad Cholesterol: શરીરમાં જો બેડ કોલેસ્ટ્રોલ વધવા લાગે તો ડાયાબિટીસ, સ્થૂળતા, હાઇ બ્લડ પ્રેશર અને હાર્ટ અટેક જેવી સમસ્યા પણ થઈ શકે છે. જોકે બેડ કોલેસ્ટ્રોલનું નામ આવે એટલે ગભરાઈ જવાની જરૂર નથી જો સમય રહેતા તમે તમારી ડેઇલી ડાયટમાં કેટલીક વસ્તુઓનો સમાવેશ કરો છો તો બેડ કોલેસ્ટ્રોલની સમસ્યાથી મુક્તિ મળી શકે છે.
Bad Cholesterol: શરીરમાં વધતું બેડ કોલેસ્ટ્રોલ એવી સમસ્યા છે જેને સમય રહેતા કંટ્રોલ કરવામાં ન આવે તો તે હાર્ટનું દુશ્મન બની જાય છે. શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધવાનું કારણ ખરાબ જીવનશૈલી અને પોષણયુક્ત આહારનો અભાવ હોય છે. જ્યારે વધારે તેલ મસાલા વાળું કે ફેટવાળું ભોજન નિયમિત કરવામાં આવે તો શરીરની નસોમાં બેડ કોલેસ્ટ્રોલ વધવા લાગે છે. શરીરમાં જો બેડ કોલેસ્ટ્રોલ વધવા લાગે તો ડાયાબિટીસ, સ્થૂળતા, હાઇ બ્લડ પ્રેશર અને હાર્ટ અટેક જેવી સમસ્યા પણ થઈ શકે છે. જોકે બેડ કોલેસ્ટ્રોલનું નામ આવે એટલે ગભરાઈ જવાની જરૂર નથી જો સમય રહેતા તમે તમારી ડેઇલી ડાયટમાં કેટલીક વસ્તુઓનો સમાવેશ કરો છો તો બેડ કોલેસ્ટ્રોલની સમસ્યાથી મુક્તિ મળી શકે છે. આજે તમને આવી જ એક અસરકારક વસ્તુ વિશે જણાવીએ જેને રોજ લેવાથી બેડ કોલેસ્ટ્રોલ શરીરમાંથી દૂર થઈ જશે.
આ પણ વાંચો: Coriander: સ્વાસ્થ્ય માટે ઔષધી છે કોથમીર, આ 5 ફાયદા મેળવવા શિયાળામાં તો રોજ ખાવી
ઇસબગુલ શરીર માટે લાભકારી ઔષધી છે. તેનું સેવન કરવાથી કબજિયાતથી મુક્તિ મળે છે અને સાથે જ જો તમે તેને ડેઇલી ડાયેટમાં સામેલ કરો છો તો તેનાથી બેડ કોલેસ્ટ્રોલ પણ ઓછું થઈ જાય છે. રિસર્ચમાં પણ સાબિત થયું છે કે ઈસબગુલ એક સુપર ફૂડ છે અને તે આંતરડાને સાફ કરે છે. ઇસબગુલનું સેવન કરવાથી શરીરના આંતરડા પર એક પાતળું લેયર બની જાય છે જેના કારણે બેડ કોલેસ્ટ્રોલ શરીરમાં જામતું નથી અને સવારે ટોયલેટ મારફતે શરીરમાંથી નીકળી જાય છે.
આ પણ વાંચો: શિયાળામાં અચૂક ખાવી આ વસ્તુઓ, કડકડતી ઠંડીમાં પણ શરીરમાં રહેશે ગરમી અને સ્ફુર્તિ
બેડ કોલેસ્ટ્રોલને દુર કરવા માટે તમે રોજ ઇસબગુલનું સેવન કરી શકો છો. તેના માટે એક ગ્લાસ હુંફાળા પાણીમાં એક ચમચી ઈસબગુલને પલાળી દો. ઇસબગુલ જ્યારે ફૂલી જાય તો તેનું સેવન કરો. સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર રોજ રાત્રે અથવા સાંજના સમયે આ રીતે ઈસબગુલ પીવાથી થોડા જ અઠવાડિયામાં શરીરમાં તમને ફેરફાર દેખાવા લાગશે.
આ પણ વાંચો: વધેલા યુરિક એસિડને કંટ્રોલ કરે છે રસોડાની આ વસ્તુઓ, સાંધાના દુખાવા અને સોજા થશે દુર
જો કે ઈસબગુલ પીધા પછી જો પેટમાં દુખાવો, પેટમાં ગેસ કે ડાયરીયા જેવી સમસ્યા થાય તો તેનું સેવન તુરંત જ બંધ કરી દેવું જોઈએ અને પોતાના ડોક્ટરનો સંપર્ક કરવો. જો ઇસબગુલનું સેવન કરવાથી તમને કોઈ આડઅસર થતી ન હોય તો તમે તેનું નિયમિત સેવન કરી શકો છો. ઇસબગુલનું નિયમિત સેવન કરવાથી બેડ કોલેસ્ટ્રોલથી મુક્તિ મળવાની સાથે ડાયજેશન પણ સુધરે છે અને કબજિયાત પણ મટે છે ડાયાબિટીસના દર્દીઓને પણ ઇસબગુલ ફાયદો કરે છે.
આ પણ વાંચો: Headache: આ 4 વસ્તુઓ ખાશો તો ભયંકરમાં ભયંકર માથાનો દુખાવો પણ દવા વિના થશે દુર
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)