Benefits of Jaggery: શિયાળામાં આ રીતે રોજ ગોળ ખાશો તો નહીં પડો વારંવાર બીમાર, થઈ જશો તાજામાજા
Benefits of Jaggery: ગોળનું સેવન તમે કોઈપણ રીતે કરી શકો છો પરંતુ આજે તમને ગોળનું સેવન કરવાની એવી રીતો વિશે જણાવીએ જેનાથી સૌથી વધુ ફાયદો થાય છે. જો શિયાળામાં તમે આ રીતે ગોળનું સેવન કરશો તો તમે શિયાળામાં પણ તાજામાજા રહેશો.
Benefits of Jaggery: શિયાળા દરમિયાન ગોળ ખાવો ખૂબ જ જરૂરી હોય છે, કારણ કે ગોળમાં એવા ઘણા બધા ગુણ હોય છે જે શરીરમાં શિયાળામાં થતી સમસ્યાઓને દૂર કરે છે. ગોળની તાસીર ગરમ હોય છે. શિયાળામાં ગોળ ખાવાથી પાચનતંત્ર મજબૂત રહે છે અને વજન પણ ઓછું થાય છે. આમ તો ગોળનું સેવન તમે કોઈપણ રીતે કરી શકો છો પરંતુ આજે તમને ગોળનું સેવન કરવાની એવી રીતો વિશે જણાવીએ જેનાથી સૌથી વધુ ફાયદો થાય છે. જો શિયાળામાં તમે આ રીતે ગોળનું સેવન કરશો તો તમે શિયાળામાં પણ તાજામાજા રહેશો.
આ પણ વાંચો: Protein: ઈંડા કરતાં વધારે પ્રોટીન હોય છે આ વેજિટેરિયન ફૂડમાં, ખાવાથી મજબૂત થશે શરીર
દૂધ અને ગોળ
શિયાળામાં દૂધમાં ગોળ ઉમેરીને પીવાથી સૌથી વધુ ફાયદો થાય છે. ગોળમાં કેલ્શિયમ અને પ્રોટીન હોય છે જે શરીર માટે જરૂરી અને ફાયદા કારક છે. શિયાળામાં ગોળવાળું દૂધ પીવાથી શરીર નિરોગી રહે છે. તેના માટે એક ગ્લાસ દૂધમાં અડધી ચમચી હળદર પાઉડર અને એક ચમચી ગોળ ઉમેરી તેનું સેવન કરો.
આ પણ વાંચો: Turmeric water: શિયાળામાં આ સમયે રોજ પીવું હળદરનું પાણી, બીમારી નહીં ફરકે તમારી પાસે
ગોળ અને ચણા
ગોળ અને ચણા પણ વર્ષોથી લોકો ખાતા આવે છે. તેને ખાવાથી ઇમ્યુનિટી બુસ્ટ થાય છે અને કબજિયાતથી છુટકારો મળે છે. ઠંડીની આ ઋતુમાં ગોળ અને ચણા ખાવાથી શરીરને કુદરતી ગરમી મળે છે.
આ પણ વાંચો: Coconut: પ્રેગનેન્સીમાં કાચું નાળિયેર ખાવું લાભકારી, સ્ટ્રેચ માર્ક્સની ચિંતા થશે દુર
ગોળ અને રોટલી
શિયાળામાં ગરમ રોટલી સાથે ગોળનું સેવન કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. ગરમ ગરમ રોટલી ઉપર ઘી અને ગોળ લગાડીને ખાવાથી તે સ્વાદિષ્ટ પણ લાગે છે. ગોળ અને રોટલી ઈમ્યુનિટી બુસ્ટ કરે છે.
આ પણ વાંચો: Diabetes ના દર્દીઓ માટે વરદાન છે રસોડાના આ 3 મસાલા, આ રીતે ખાવાથી નહીં વધે બ્લડ સુગર
ગોળ અને તલ
શિયાળામાં ઇમ્યુનિટી નબળી હોય તો તેને મજબૂત કરવા માટે ગોળ અને તલના લાડુ પણ ખાઈ શકાય છે. નિયમિત રીતે ગોળ અને તલ ખાવાથી શરીરને અંદરથી ગરમી મળે છે અને શરીરમાં બીમારી પ્રવેશ કરતી નથી.
આ પણ વાંચો: Garlic Peel: કચરો ન સમજો લસણના ફોતરાંને, આ બીમારીની છે દવા, જાણો કઈ રીતે કરવો ઉપયોગ
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)