Honey And Nutmeg: મધ અને જાયફળ બંને વસ્તુ ઔષધીય ગુણથી ભરપૂર હોય છે. બંનેનું સેવન અલગ અલગ તો કરવામાં આવે જ છે પરંતુ બંનેને એક સાથે લેવાથી પણ સ્વાસ્થ્ય લાભ થાય છે. આયુર્વેદિક એક્સપર્ટ અનુસાર મધ અને જાયફળના પાવડરનું મિશ્રણ શરીરની ઘણી બધી સમસ્યાઓને દૂર કરી શકે છે. મધ અને જાયફળ એક સાથે લેવાથી શરદી, ઉધરસથી લઈને પેટની સમસ્યાથી છુટકારો મળે છે. આજે તમને મધ અને જાયફળથી થતા લાભ વિશે જણાવીએ અને સાથે જ જણાવીએ કે તેને કયા સમયે લેવાથી ફાયદો થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Heatwave: ગરમીના કારણે થઈ શકે છે હીટ એક્ઝોશન, જાણો તેના લક્ષણ અને બચાવના ઘરેલુ ઉપાય


શરદી ઉધરસ 


મધ અને જાયફળનું સેવન કરવાથી ઇમ્યુનિટી બુસ્ટ થાય છે. આ મિશ્રણ શરદી અને ઉધરસ ની સમસ્યાને કંટ્રોલ કરી શકે છે. જો રાત્રે સુતા પહેલા એક ચમચી મધમા ચપટી જાયફળનો પાવડર મિક્સ કરીને તેનું સેવન કરો છો તો શરદી ઉધરસમાં ફાયદો થાય છે. 


પેટની સમસ્યા 


પેટ સંબંધિત સમસ્યાને દૂર કરવા માટે પણ મધ અને જાયફળ પ્રભાવી સામે જ થાય છે. તેનું સેવન કરવાથી પાચન ક્રિયા સુધરે છે. તેનાથી પેટ સંબંધિત સમસ્યાથી છુટકારો મળે છે. તેનું સેવન કરવાથી ગેસ, કબજિયાત અને અપચો જેવી તકલીફ દૂર થાય છે. 


આ પણ વાંચો: હેલ્ધી રહેવું હોય તો આ 3 લોટની રોટલી ખાવાનું રાખો, બીપી, વજન બધું રહેશે કંટ્રોલમાં


વજન ઘટાડવામાં મદદરૂપ 


મધ અને જાયફળને એક સાથે લેવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. તેનું સેવન કરવાથી મેટાબોલિઝમ બુસ્ટ થાય છે. સાથે જ ફેટ બર્ન કરવામાં મદદ મળે છે. સવારે ખાલી પેટ એક ચમચી મધમાં જાયફળ ઉમેરીને તેનું સેવન કરવાથી વજન અસરકારક રીતે ઘટવા લાગે છે. 


અનિંદ્રા


મધ અને જાયફળનું સેવન કરવાથી અનિંદ્રાની સમસ્યા દૂર થાય છે. તેનાથી સ્ટ્રેસ દૂર થાય છે અને ઊંઘ પણ સારી આવે છે રોજ રાતે સુતા પહેલા એક ચમચી મધમાં ચપટી જાયફળ મિક્સ કરીને તેનું સેવન કરવું જોઈએ તેનાથી ઊંઘ સારી આવે છે. 


આ પણ વાંચો: બ્રેસ્ટ કેન્સરની શરુઆતના સ્ટેજમાં શરીરમાં દેખાય છે આ 5 સંકેત, તુરંત કરાવી લેવા ટેસ્ટ


સાંધાના દુખાવા


બધાને જાયફળનું સેવન કરવાથી સાંધાના દુખાવાથી રાહત મળે છે. જાયફળમાં એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે જે સાંધાના દુખાવા અને સોજાને દૂર કરવામાં મદદ કરે છે. નિયમિત રીતે મધ અને જાયફળનું સેવન કરવાથી સાંધાના દુખાવામાં રાહત થાય છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)