Weight Loss: ડ્રાયફ્રુટ્સ ખાવાથી શરીરને થતા ફાયદા વિશે તો તમે પણ જાણતા હશો. પરંતુ શું તમે જાણો છો કે ડ્રાયફ્રુટ ખાવાથી વજન ઘટાડી પણ શકાય? ડ્રાયફ્રુટ પોષક તત્વોથી ભરપૂર હોય છે તેથી તેને હેલ્થી ડાયટમાં સામેલ કરવા જોઈએ. બધા જ ડ્રાયફ્રુટમાં પિસ્તા એવી વસ્તુ છે જેને ખાવાથી વજન પણ ઘટાડી શકાય છે. જે લોકો વજન ઘટાડવાનું વિચારી રહ્યા છે તેઓ પિસ્તાનો ઉપયોગ કરી શકે છે. પિસ્તાનું સેવન કરવાથી વજન ઝડપથી ઘટે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીસ્તામાં વિટામિન એ, વિટામીન બી, વિટામીન બી6, વિટામીન સી, વિટામિન ઈ, ફોલેટ, પ્રોટીન સહિતના પોષક તત્વો અને એન્ટિઓક્સિડન્ટ ભરપૂર પ્રમાણમાં હોય છે. જે શરીરને ફાયદો કરે છે. 


આ પણ વાંચો:


Bad Cholesterol થી છુટકારો મેળવવા માટે અજમાવો આ આયુર્વેદિક નુસખા, વજન પણ ઘટશે ઝડપથી


Cashew: તમે પણ દે ધનાધન ઉલાળતા હોય કાજુ તો સાચવજો, વધારે કાજુ ખાવાથી થાય છે આ નુકસાન


Diabetes ના દર્દી નાળિયેર પાણી પીવે તો શુગર વધે કે ઘટે ? જાણો સાચો જવાબ


પિસ્તા ખાવાથી થતા ફાયદા


વજન ઘટે છે


પીસ્તામાં કેલેરી ઓછી હોય છે તેથી વજન ઘટાડવા માટે મદદરૂપ છે. રોજ સવારે થોડા પિસ્તા ખાવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી તેનાથી વજન કંટ્રોલ થાય છે અને કોલેસ્ટ્રોલ પણ ઘટે છે. 


આંખ માટે ગુણકારી


પીસ્તામાં લ્યુટીન જેવા એન્ટિઓક્સિડન્ટ હોય છે જે આંખના સ્વાસ્થ્યને સુધારે છે અને આંખ માટે ખૂબ જ ઉપયોગી છે. 


યાદશક્તિ સુધારે છે


જે લોકોની યાદશક્તિ નબળી હોય અથવા તો મેમરી લોસની પ્રોબ્લેમ હોય તેમણે પિસ્તા નિયમિત ખાવા જોઈએ. નિયમિત પિસ્તા ખાવાથી મગજ તેજ થાય છે.


કેન્સરથી બચાવ


પિસ્તા એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. જે શરીરના ડેમેજ સેલ્સને રીપેર કરે છે અને વધારે ડેમેજ થતા અટકાવે છે. જેના કારણે કેન્સર જેવી બીમારી થવાનું જોખમ ઘટે છે.


 


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)