Control Fasting Sugar : ડાયાબિટીસના દર્દી માટે સુગર મેનેજ કરવું ખૂબ જ મુશ્કેલ કામ હોય છે. સૌથી મોટી સમસ્યા તો એ હોય છે કે કોઈપણ ખાવાની સાથે સુગર લેવલ વધે છે જેને મેનેજ કરવું જરૂરી હોય છે. ખાસ કરીને ફાસ્ટિંગ સુગર લેવલ કંટ્રોલમાં હોય તે જરૂરી છે. જો તમારું ફાસ્ટિંગ સુગર લેવલ 100dl થી વધારે છે તો તમે પ્રીડાયાબિટીસ છો. જો તે 125 થી વધારે હોય તો તમારું સુગર લેવલ વધારે કહેવાય. જો તમારું સુગર લેવલ પણ સૌથી વધારે રહેતું હોય તો આવી સ્થિતિમાં તમારે સવારે ખાલી પેટ આ બે વસ્તુનું સેવન કરવું જોઈએ. તેને ખાવાથી ફાસ્ટિંગ સુગર મેનેજ કરવું સરળ રહે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


મહિલાઓના શરીરની તંદુરસ્તી જાળવે છે આ 3 પ્રકારના જ્યૂસ, પીવાથી મળે છે અઢળક ફાયદા


આળસ અને થાકને તુરંત દુર છે આ હેલ્ધી ડ્રીંક, શરીરને મળે છે ઇન્સ્ટન્ટ એનર્જી


આ વસ્તુ ખાવાથી સ્ત્રી અને પુરુષ બંનેની વધે છે Fertility​, આડઅસર વિના કરશે ફાયદો


ફણગાવેલી રાગી


ફણગાવેલી જાગી ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં ફાઇબર ભરપૂર પ્રમાણમાં હોય છે જે સુગર મેટાબોલીઝમને વધારે છે અને સુગર સ્પાઇકને રોકે છે. તે પાછળની પણ સુધારે છે અને બ્લડ સુગર લેવલ ઓછું કરે છે. તેથી ડાયાબિટીસના દર્દીઓએ સવારે ખાલી પેટ અંકુરિત રાગી ખાવાનું રાખવું જોઈએ. 


તજ અને તમાલપત્રની ચા


તજ અને તમાલપત્ર એવી વસ્તુ છે જે શરીરના શુગર લેવલની ઓછું કરે છે. તેમાંથી બનેલી ચા સવારમાં ખાલી પેટ પીવાથી ઇન્સ્યુલિન પ્રોડક્શન વધે છે. તેનાથી સુગર મેટાબોલિઝમ ઝડપી બને છે અને સુગર સ્પાઇક કંટ્રોલમાં રહે છે. તેના માટે પાણીમાં તજ અને તમાલપત્રને ઉકાળી તેને ચા તરીકે પીવા જોઈએ.