આળસ અને થાકને તુરંત દુર છે આ હેલ્ધી ડ્રીંક, શરીરને મળે છે ઇન્સ્ટન્ટ એનર્જી, ઉનાળામાં પીવાથી થાય છે વધારે લાભ

Instant Energy Drinks: થાક લાગે ત્યારે તમે ચા કે કોફી પીશો તો થોડીવાર માટે માઈન્ડ ફ્રેશ લાગશે પરંતુ પછી સ્થિતિ હતી તેવીને તેવી રહેશે. પરંતુ આ ડ્રીંક પીવાથી શરીરમાં તાજગી આવે છે.

આળસ અને થાકને તુરંત દુર છે આ હેલ્ધી ડ્રીંક, શરીરને મળે છે ઇન્સ્ટન્ટ એનર્જી, ઉનાળામાં પીવાથી થાય છે વધારે લાભ

Instant Energy Drinks: ગરમીની સિઝન એવી હોય છે કે જ્યારે શરીરમાં ઘણી વખત થાક અને આળસ અનુભવાય. શરીરમાં ઉર્જા ન હોય તેવું લાગવા લાગે છે. દિવસ દરમિયાન તમે ચા કે કોફી પીવો તો થોડા સમય માટે એનર્જી લાગે છે પરંતુ ફરીવાર શરીરમાં ઊર્જાની કમી અનુભવાય છે. તેવામાં આજે તમને કેટલાક એવા એનર્જી ડ્રિંક વિશે જણાવીએ જે શરીરને તુરંત એનર્જી પૂરી પાડે છે. આ એનર્જી ડ્રિંક વિટામીન અને મિનરલ્સ થી ભરપૂર હોય છે. જે શરીરની જરૂરિયાતોને પૂરી કરે છે અને શરીર તરોતાજાં  થઈ જાય છે.

બનાના મિલ્ક શેક

આ પણ વાંચો: 

તેના માટે દૂધમાં કેળા, બદામ, કાજુ અને અન્ય ડ્રાયફ્રૂટ્સ ઉમેરીને મિક્સરમાં ક્રશ કરી લેવું. તમે ઇચ્છો તો તેમાં ઓટ્સ પણ ઉમેરી શકો છો. આજ સુધીનું સેવન કરવાથી દિવસભર તમે એનર્જેટિક અનુભવ કરશો.

હર્બલ ટી

પાણીમાં એલચી, આદુ અને હળદર ઉમેરીને બરાબર ઉકાળો. પાણી બરાબર ઉકળી જાય એટલે તેમાં જરૂર અનુસાર સંચળ ઉમેરીને તેનું સેવન કરો. શરીરમાં તુરંત એનર્જી આવશે.

દાડમનો રસ

દાડમ અનેક વિટામીન અને મિનરલ્સથી ભરપૂર હોય છે. દાડમનું સેવન કરવાથી શરીરની પૌષ્ટિક તત્વોની જરૂરિયાત પૂરી થાય છે. દાડમ નો રસ પીવાથી બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ પણ કંટ્રોલમાં રહે છે. સાથે જ શરીરને એનર્જી પણ મળે છે. તેના માટે દાડમ નો રસ કાઢી તેમાં થોડું લીંબુ ઉમેરીને તેનું સેવન કરવું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news