Period Cramps: માસિક સમયે મોટાભાગે મહિલાઓને પેટમાં દુખાવો, માઈગ્રેન, કમરમાં દુખાવો જેવી તકલીફોમાંથી પસાર થવું પડે છે. આ સમય દરમિયાન પેટમાં અસહ્ય દુખાવો થાય છે જેને દૂર કરવા માટે મહિલાઓને દવા પણ લેવી પડે છે. પરંતુ દર મહિને દવાઓ લેવી સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. તેવામાં આજે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવીએ જેનું સેવન કરવાથી માસિક સમયે થતી બ્લોટીંગ સહિતની સમસ્યાઓને દવા વિના દૂર કરી શકાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


રાત્રે પાણીમાં પલાળેલી રાઈનું પાણી શરીર માટે છે દવા, અનેક સમસ્યામાં આપે છે રાહત


Tooth Pain Remedies: ડહાપણની દાઢનો દુખાવો દુર કરવા ટ્રાય કરો આ ઘરગથ્થુ નુસખા


Bad Cholesterol: ડાયટમાં સામેલ કરો આ વસ્તુઓ, ઝડપથી ઓછું થશે બેડ કોલેસ્ટ્રોલ


માસિક સમયે કરો આ વસ્તુઓનું સેવન


આદુ


માસિક સમયે મહિલાઓએ આદુનો ઉપયોગ કરવો જોઈએ તેનાથી પેટમાં દુખાવો અને બ્લોટીંગ જેવી સમસ્યાથી રાહત મળે છે. તેના માટે આદુની ચા અથવા તો ગરમ પાણીમાં આદુ ઉમેરીને પી શકાય છે. 


અનાનસ


અનાનસમાં બ્રોમલેન નામનું એન્જાઈન હોય છે. જે પિરિયડ સમયે થતી બ્લોટીંગ ને દૂર કરે છે અને દુખાવામાં પણ રાહત આપે છે. માસિક સમયે મહિલાઓ અનાનસનું સેવન કરે તો ફાયદો થાય છે. 


લીંબુ


ઘણી વખત માસિક સમયે હેવી બ્લીડિંગ થાય છે જેના કારણે શરીરમાં રક્તની ઉણપ સર્જાવવા લાગે છે. સાથે જ મૂડ સ્વિંગ પણ થાય છે. તેવામાં લીંબુનું સેવન કરવું મૂડને સુધારે છે.


બીટ


માસિક સમયે મહિલાઓએ બીટ નું સેવન કરવું જોઈએ. તેનાથી શરીરમાં આયરન વધે છે. મહિલાઓને શરીરમાં જે સુસ્તી રહેતી હોય તે પણ દૂર થાય છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)