Bad Cholesterol: ડાયટમાં સામેલ કરો આ વસ્તુઓ, ઝડપથી ઓછું થશે બેડ કોલેસ્ટ્રોલ

Bad Cholesterol: બેડ કોલેસ્ટ્રોલ વધવાનું સૌથી મોટું કારણ લાઈફ સ્ટાઈલ અને અનહેલ્ધી વસ્તુઓ ખાવાનો શોખ હોય છે. બેડ કોલેસ્ટ્રોલ શરીરમાં વધી જાય ત્યારે રક્તની નસોમાં તે જામી જાય છે. જેના કારણે સ્ટ્રોક અને હાર્ટ એટેકનું જોખમ વધવા લાગે છે.

Bad Cholesterol: ડાયટમાં સામેલ કરો આ વસ્તુઓ, ઝડપથી ઓછું થશે બેડ કોલેસ્ટ્રોલ

Bad Cholesterol: કોલેસ્ટ્રોલની સમસ્યા આજના સમયમાં મોટાભાગના લોકોને સતાવે છે. જ્યારે શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધી જાય ત્યારે હાર્ટ એટેક આવવાનું જોખમ પણ વધી જાય છે. બેડ કોલેસ્ટ્રોલ વધવાનું સૌથી મોટું કારણ લાઈફ સ્ટાઈલ અને અનહેલ્ધી વસ્તુઓ ખાવાનો શોખ હોય છે. બેડ કોલેસ્ટ્રોલ શરીરમાં વધી જાય ત્યારે રક્તની નસોમાં તે જામી જાય છે. જેના કારણે સ્ટ્રોક અને હાર્ટ એટેકનું જોખમ વધવા લાગે છે. આજે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવીએ જેનું સેવન નિયમિત કરવાથી હાઇ કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે. 

દાળ

જો તમે ઝડપથી બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવા ઈચ્છો છો તો પોતાની ડેઇલી ડાયટમાં દાળનો સમાવેશ કરો. દાળ શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલ વધારે છે અને તે હાર્ટ માટે પણ ફાયદાકારક હોય છે. નિયમિત રીતે દાળનું સેવન કરવાથી હાઈ કોલેસ્ટ્રોલને ઓછું કરી શકાય છે. 

આ પણ વાંચો:

ડ્રાયફ્રુટ

ડ્રાયફ્રુટ પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. નટ્સમાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે જે હાર્ટને હેલ્ધી રાખે છે. જો તમે કોલેસ્ટ્રોલની કંટ્રોલ કરવા માંગો છો તો ડાયટમાં ડ્રાયફ્રૂટનો સમાવેશ કરવો જોઈએ.

ફળ અને બેરીઝ

સીઝનલ ફળ અને બેરીઝ પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેમાં અનેક પ્રકારના પોષક તત્વો હોય છે જે હાર્ટ અને બોડી ને હેલ્ધી રાખે છે. તેમાં સોલ્યુબલ ફાયબર હોય છે જે કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ કરે છે. જો તમને હાઈ કોલેસ્ટ્રોલની ફરિયાદ છે તો રોજ ફળ અને બેરીઝનું સેવન કરવું જોઈએ.

સોયાબીન

હાર્ટ માટે સોયાબીન ખૂબ જ ગુણકારી છે. તેમાં એવા ઘણા પોષક તત્વો હોય છે જે શરીરમાંથી બેડ કોલેસ્ટ્રોલ ને ઘટાડવામાં મદદ કરે છે. સોયાબીનનું સેવન કરવાથી ઝડપથી કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરી શકાય છે. 

લીલા શાકભાજી

લીલા શાકભાજીમાં અનેક પ્રકારના પોષક તત્વો હોય છે. તેનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરી શકાય છે. દૈનિક આહારમાં લીલા શાકભાજીનો સમાવેશ દરેક વ્યક્તિએ કરવો જોઈએ.

 

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news