Clove Side Effects: લવિંગ એક બહુઉપયોગી મસાલો છે, જે સ્વાદિષ્ટ હોવાની સાથે ઔષધીય ગુણથી પણ ભરપૂર છે. તેનો ઉપયોગ વિવિધ પ્રકારની વાનગીઓમાં થાય છે. વાનગીમાં લવિંગ ઉમેરવાથી તેના સ્વાદમાં વધારો થાય છે. વાનગી ઉપરાંત ગરમ મસાલામાં પણ લવિંગનો ઉપયોગ કરવામાં આવે છે. આ સિવાય હર્બલ ચા અને ઉકાળો બનાવવા માટે પણ લવિંગનો ઉપયોગ થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લવિંગની મદદથી ઈમ્યુનિટી બુસ્ટ કરી શકાય છે. તેનાથી ઘણી બધી બીમારી અને સંક્રમણથી બચી શકાય છે. અનેક પ્રકારના ફાયદા કરતું લવિંગ કોઈપણ વ્યક્તિ ખાઈ શકે છે પરંતુ તેનો ઉપયોગ સાચવીને કરવો જરૂરી છે. કારણ કે વધારે પ્રમાણમાં લવિંગનું સેવન કરવાથી શરીરને ગંભીર નુકસાન પણ થઈ શકે છે.


આ પણ વાંચો:


નસેનસમાં જામેલું કોલેસ્ટ્રોલ પણ દુર કરી દેશે આ એક મસાલો, 5 રીતે કરી શકાય છે ઉપયોગ


Bad Food Combination: પપૈયા સાથે ન ખાવી આ 4 વસ્તુઓ, પેટથી લઈ ત્વચા થઈ જશે ખરાબ


કાળી દ્રાક્ષ ખાવાથી હાર્ટ રહે છે હેલ્ધી, જાણો ખાવાની સાચી રીત અને તેના ફાયદા વિશે


સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર લવિંગના લોન્ગમે યુજીનોલ નામનું તત્વ હોય છે. તેનો ઉપયોગ સાવધાનીથી કરવો જરૂરી છે નહીં તો તે શરીરમાં ઘણી બધી સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી કરી શકે છે. તો ચાલો આજે તમને જણાવીએ કે લવિંગનો ઉપયોગ વધારે પ્રમાણમાં કરવાથી કેવા નુકસાન થાય છે.


લવિંગથી થતા નુકસાન


- લવિંગમાં રહેલા તત્વના કારણે જો તેનો ઉપયોગ વધારે પ્રમાણમાં કરવામાં આવે તો મગજ પર અસર થાય છે. તેના કારણે માથામાં દુખાવો, ચક્કર અને નબળાઈ જેવી સ્થિતિ સર્જાય છે. જે લોકોને પહેલાથી જ આમાંથી કોઈ સમસ્યા હોય તેમણે લવિંગ ખાવામાં સાચવવું જોઈએ.


- જે લોકોને મોઢામાં વારંવાર ચાંદા પડતા હોય તેમણે પણ લવિંગથી દૂર રહેવું જોઈએ. લવિંગનો વારંવાર ઉપયોગ કરવાથી મોઢામાં ચાંદા દુખાવો લોહી નીકળવું જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે.


- જે લોકોને પાચનની સમસ્યા હોય તેમણે લવિંગ ખાવાથી દૂર રહેવું જોઈએ. કારણકે આવી સ્થિતિમાં લવિંગ ખાવાથી પેટની ઘણી સમસ્યાઓ વધી શકે છે. વારંવાર લવિંગ ખાવાથી કબજીયાત, અપચો, પેટમાં દુખાવો, ઉલટી પણ થઈ શકે છે. તેથી લવિંગનો ઉપયોગ સાચવીને કરવો.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)