Dragon Fruit: ડ્રેગન ફ્રુટ સ્વાદમાં ટેસ્ટી હોય છે. છેલ્લા કેટલાક સમયથી ડ્રેગન ફ્રુટનો ક્રેઝ લોકોમાં વધી રહ્યો છે. અન્ય ફળની સાથે ડ્રેગન ફ્રુટ પણ બજારમાં મોટા પ્રમાણમાં મળવા લાગ્યા છે. જોકે અન્ય ફ્રુટની સરખામણીમાં ડ્રેગન ફ્રુટ મોંઘા હોય છે. કમલમ નામથી ઓળખાતા આ ફળ પર પૈસા ખર્ચ કરવામાં લોકો સંકોચ કરે છે પરંતુ તેનાથી થતા ફાયદા વિશે જાણીને તમે તેના પર ખર્ચ કરવાની શરૂઆત કરી દેશો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડ્રેગન ફ્રુટ બે પ્રકારના મળે છે. એકમાં અંદરનો ભાગ સફેદ હોય છે અને બીજામાં લાલ હોય છે. બંને પ્રકારના ડ્રેગન ફ્રુટ એન્ટી ઓક્સીડન્ટ, ફાઇબર સહિતના પોષક તત્વોથી ભરપૂર હોય છે. આજે તમને ડ્રેગન ફ્રુટ ખાવાથી થતા ફાયદા વિશે જણાવીએ. આ ફાયદા વિશે જાણીને તમે પણ ડ્રેગન ફ્રુટ ખાવાની શરૂઆત કરી દેશો.


ડ્રેગન ફ્રુટ ખાવાથી થતા લાભ


આ પણ વાંચો:


ઠંડીમાં હાથ-પગમાં સોજા જણાય તો ચિંતા ન કરવી, અજમાવો આ 3 ઘરેલુ નુસખા, તુરંત મળશે આરામ


Benefits of Giloy: મિશ્ર ઋતુમાં રોજ પીવો આ વસ્તુનો રસ, શરીરમાંથી રોગનો થઈ જશે નાશ


સવારે જાગ્યા પછી શરીર થાકેલું લાગે તો આ વિટામિનની હશે ઉણપ, ભૂલથી પણ ન કરવું ઇગ્નોર


- જો તમે ડાયાબિટીસના દર્દી છો તો ડ્રેગન ફ્રુટને તમારી ડાયટમાં સામેલ કરો. ડાયાબિટીસના દર્દી માટે ડ્રેગન ફ્રુટ ઔષધી સમાન છે. આમ તો ડાયાબિટીસનો કોઈ પરમનેન્ટ ઈલાજ નથી પરંતુ ડ્રેગન ફ્રુટ ખાવાથી બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરી શકાય છે.


- જો શરીરની રોગપ્રતિકારક નબળી હોય તો શરીર વિવિધ બીમારીઓનો ભોગ ઝડપથી બને છે. જે લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તેમણે ડ્રેગન ફ્રુટ ખાવું જોઈએ. તેનાથી ઇમ્યુનિટી બુસ્ટ થાય છે અને શરીરને વાયરલ રોગો સામે લડવાની ક્ષમતા મળે છે 


- ડ્રેગન ફ્રુટમાં એવા પોષક તત્વો હોય છે જે વાળ અને ત્વચા માટે પણ ફાયદાકારક છે. ડ્રેગન ફ્રુટમાં ફેટી એસિડ હોય છે જે વાળને હેલ્ધી રાખે છે. 


- ડ્રેગન ફ્રુટમાં એવા કેમિકલ કમ્પાઉન્ડ હોય છે જે આંતરડામાં હેલ્થી બેક્ટેરિયા બનાવે છે અને ડાયજેશનને સુધારે છે. 


- જો તમારા દાંતમાં દુખાવો રહેતો હોય અને દાંત ઉંમર પહેલાં જ નબળા પડવા લાગ્યા હોય તો ડ્રેગન ફ્રુટ નું સેવન શરૂ કરો. તેમાં રહેલું કેલ્શિયમ અને ફોસ્ફરસ દાંતને મજબૂત બનાવવામાં મદદ કરે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)