Winter Care: ઠંડીમાં હાથ-પગમાં સોજા જણાય તો ચિંતા ન કરવી, અજમાવો આ 3 ઘરેલુ નુસખા, તુરંત મળશે આરામ

Winter Care: થોડા છે દિવસોમાં ઠંડી પણ વધી જશે. આવી સ્થિતિમાં ઘણા લોકોને હાથ અને પગમાં સોજા અને દુખાવાની ફરિયાદ શરૂ થઈ જાય છે. જેમ જેમ ઠંડી વધે છે તેમ શરીરમાં રક્ત પરિભ્રમણ બરાબર થઈ શકતું નથી જેના કારણે હાથ અને પગમાં સોજા અને દુખાવો વધી જાય છે.

Winter Care: ઠંડીમાં હાથ-પગમાં સોજા જણાય તો ચિંતા ન કરવી, અજમાવો આ 3 ઘરેલુ નુસખા, તુરંત મળશે આરામ

Winter Care: ગુલાબી ઠંડીની સાથે જ શિયાળો શરૂ થવાની તૈયારીઓ થઈ ચૂકી છે. થોડા છે દિવસોમાં ઠંડી પણ વધી જશે. આવી સ્થિતિમાં ઘણા લોકોને હાથ અને પગમાં સોજા અને દુખાવાની ફરિયાદ શરૂ થઈ જાય છે. જેમ જેમ ઠંડી વધે છે તેમ શરીરમાં રક્ત પરિભ્રમણ બરાબર થઈ શકતું નથી જેના કારણે હાથ અને પગમાં સોજા અને દુખાવો વધી જાય છે. જો તમને પણ આ સમસ્યા ઠંડી દરમિયાન રહેતી હોય તો તેનાથી મુક્તિ મેળવવા માટે તમે ત્રણ સરળ ઘરેલુ નુસખા અજમાવી શકો છો. 

આ પણ વાંચો:

હળદર

શિયાળામાં ઠંડીના કારણે હાથ પગમાં સોજા રહેતા હોય તો તેને દૂર કરવા માટે હળદરનો નુસખો અજમાવી શકાય છે. હળદરમાં એ તમામ ગુણ હોય છે જે શરીર માટે લાભકારી છે. તેના માટે એક પાર્ટીમાં હુંફાળું ગરમ પાણી ભરી તેમાં બે ચમચી હળદર ઉમેરો અને પછી આ પાણીમાં 30 મિનિટ સુધી પોતાના પગ રાખો. સોજો અને દુખાવો દૂર કરવા માટે તમે ઓલિવ ઓઇલથી માલીશ પણ કરી શકો છો.

મીઠું

હાથ અને પગના સોજાને અને દુખાવાને દૂર કરવા માટે સિંધવ મીઠું પણ ઉપયોગમાં લઈ શકાય છે. તેના માટે એક ચમચી સરસવનું તેલ લઈ તેમાં એક ચમચી સિંધવ મીઠું મિક્સ કરો. આ મિશ્રણને એક વાટકી ગરમ પાણીમાં મિક્સ કરી પછી દુખાવો અને સોજો હોય તે અંગ પર લગાવો. થોડી જ મિનિટોમાં સોજો અને દુખાવો બંને દૂર થઈ જશે.

નાળિયેર અને કપૂરનું તેલ

શિયાળામાં શરીરમાં સોજા અને દુખાવા રહેતા હોય તો નાળિયેર તેલ અને કપૂરનો ઉપયોગ પણ કરી શકાય છે. તેના માટે નાળિયેર તેલમાં કપૂર મિક્સ કરીને સાંધા પર લગાવો.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news