How To Improve Fertility: લગ્નના થોડા વર્ષ થાય એટલે દરેક પતિ પત્ની ની ઈચ્છા હોય કે તેઓ એક સંતાનના માતા-પિતા બને. પરંતુ આજના સમયમાં અનેક યુવા કપલને પણ ફર્ટિલિટીની સમસ્યા હોય છે. નાની ઉંમરમાં ફર્ટિલિટીની સમસ્યા હોવી તેની પાછળ લાઇફસ્ટાઇલ જવાબદાર હોય શકે છે. અનહેલ્ધી લાઈફ સ્ટાઇલના કારણે સ્ત્રી અને પુરુષ બંનેની પ્રજનન ક્ષમતા પર અસર પડે છે. તેવામાં સ્વાસ્થ્ય નિષ્ણાંતો જણાવે છે કે એવી એક વસ્તુ છે જેનું સેવન કરવાથી મહિલાઓ અને પુરુષો બંનેની ફર્ટીલિટી સુધરે છે. આ વસ્તુ છે માકા રૂટ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે માકા રૂટ? 
માકા રુટ એક ક્રૂસિફેરસ શાક છે જેના મૂળને ખાવામાં આવે છે. જે જમીનની અંદર કંદની જેમ વિકસિત થાય છે. તેના પાન ક્રીમ, રીંગણી, પીળા કે કાળા રંગના હોય છે. તેને ખાવાથી પુરુષો અને મહિલાઓ બંનેને ફાયદો થાય છે.


આ પણ વાંચો:


રસોડાના આ મસાલા શરીરમાંથી શોષી લે છે સુગર, આ રીતે ખાશો તો ડાયાબિટીસ રહેશે કન્ટ્રોલમા


Black Cataract: હાથમાં આવે તે Eye Drops નો કરશો ઉપયોગ તો જુવાનીમાં આવી જશે અંધાપો


ઓઇલી ફૂડ ખાધા પછી પી લેવું આ Drink, પેટમાંથી નહીં આવે ગુળગુળનો અવાજ કે નહીં થાય એસિડ


માકા રૂટ ખાવાના ફાયદા


મહિલાઓનું યૌન સ્વાસ્થ્ય સુધરે છે


માકા રૂટનું સેવન કરવાથી મહિલાઓનો મૂડ સુધરે છે અને ડિપ્રેશન તેમજ એન્ઝાઈટી ઓછી થાય છે. મૂડ સુધરવાના કારણે યૌન સ્વાસ્થ્ય પણ સુધરે છે.


મેલ ફર્ટિલિટી સુધરે છે


માકા રૂટ પુરુષ હોર્મોન્સ હેલ્થ પર પોઝિટિવ અસર કરે છે. આ શાક ખાવાથી પુરુષોમાં સ્પમ પ્રોડક્શન સુધરે છે. તેનાથી પુરુષોમાં ટેસ્ટેસ્ટેરોનનું સ્તર સુધરે છે અને ફર્ટિલિટી વધે છે.


વધે છે સ્ટેમીના


એક સંશોધન અનુસાર માકા રૂટ પુરુષોની સ્ટેમીના સુધારે છે અને સ્નાયુ નિર્માણમાં મદદ કરે છે.


સ્ટ્રેસ રહે છે દૂર


માકા રૂટ મહિલા અને પુરુષોના મૂડ ઉપર સકારાત્મક અસર કરે છે જેના કારણે ટેન્શન અને સ્ટ્રેસ દૂર રહે છે.


 


 નોંધ- (આ લેખ સામાન્ય માહિતી પર આધારિત છે. જેની ઝી ન્યુઝ પુષ્ટિ કરતું નથી)