રસોઈમાં ઉપયોગમાં આવતા આ મસાલા શરીરમાંથી શોષી લે છે સુગર, આ રીતે ખાશો તો ડાયાબિટીસ રહેશે કન્ટ્રોલમાં

Home Remedies To Control Blood Sugar: આજે તમને કેટલાક એવા મસાલા વિશે જણાવીએ જેનું સેવન કરવાથી તમારું બ્લડ સુગર લેવલ તુરંત કંટ્રોલમાં આવે છે. આ મસાલા ઘરના રસોડામાં ઉપલબ્ધ હોય છે અને લગભગ રોજ તેનો ઉપયોગ પણ થાય છે. તો ચાલો તમને જણાવીએ કે ડાયાબિટીસ કંટ્રોલ કરવા માટે કયા મસાલા ઉપયોગી છે.

1/5
image

સુગરને કંટ્રોલ કરવા માટે આદુ ઉપયોગી છે. તમે તેના નાના ટુકડા કરીને અથવા તો વાટીને ચામાં કે અન્ય રીતે ઉપયોગમાં લઈ શકો છો. આદુ વાળી ચા પીવાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે.

2/5
image

એક વાસણમાં એક કપ પાણીમાં એક ઇંચ નો તજનો ટુકડો ઉમેરી બરાબર ઉકાળો. તજ બરાબર ઉકળી જાય પછી આ પાણીને ગાળીને પી જવું. તજની આ ચા ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ સારી રહે છે. 

3/5
image

એક વાટકીમાં એક ચમચી સૂકી મેથીના દાણા પલાળી દેવા અને સવારે ખાલી ભેટ આ આ પાણી પી જવું. તેનાથી બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે અને હાર્ટ પણ હેલ્ધી રહે છે.

4/5
image

લવિંગમાં એન્ટિવાયરલ અને એન્ટિબેક્ટેરિયલ ગુણ હોય છે. તેનું સેવન કરવાથી પણ ડાયાબિટીસના દર્દીઓનું બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે. તેના માટે એક ગ્લાસ પાણીમાં પાંચ લવિંગને રાત્રે પલાળી દેવા અને સવારે આ પાણી પી જવું અને લવિંગને ચાવીને ખાઈ જવા. 

5/5
image

હળદરમાં અનેક ઔષધીય ગુણ હોય છે. હળદર નો ઉપયોગ અનેક રોગમાં થાય છે તેવી રીતે ડાયાબિટીસમાં પણ કરી શકાય છે. હળદરને તમે પાણીમાં ઉકાળીને અથવા તો દૂધમાં ઉકાળીને પી શકો છો.