Skin Care: આ ગુજરાતનું વસાણું ખાવાથી ઠંડીમાં ચામડી મલમલ જેવી મુલાયમ થઈ જશે
Dry skin home remedies : ઠંડીના લીધે સ્કીન ફાટી જાય છે, સફેદ પડી જાય છે, તો કરો આ ઘરેલું અને આયુર્વેદિક ઉપાય... ઠંડીમાં કરો આયુર્વેદિક ઈલાજ - એટલો અક્સીર છે કે
Skin Care In Winter સપના શર્મા/અમદાવાદ : શિયાળામાં રુસ્ક ત્વચાની સમસ્યા વધુ જોવા મળે છે. ત્વચા રુસ્ક થવી, ખંજવાળ આવવા જેવી સમસ્યા આ સમયે વધુ થતી હોય છે. ત્વચાની શિયાળા સંબધિત સમસ્યાઓને મુદ્દે સોલા સિવિલ હોસ્પિટલના આયુર્વેદિક વિભાગમાં કાર્યરત મેડિકલ ઓફિસર ડૉ. ઈંદ્રજિતસિંહ વાઘેલાએ ખાસ માહિતી આપી.
ઠંડી વધતાં સ્કીન ફાટી જવાની સમસ્યા વધી રહી છે. જેમાં સૌથી વધુ હાથની ચામડી ડ્રાય થઈ જાય છે. જેથી સૌથી વધુ સમસ્યાનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. ડૉ. ઈંદ્રજિતસિંહ વાઘેલાએ જણાવ્યું કે આયુર્વેદમાં શિશિર ઋતુમાં વધુ દેખરેખ રાખવા સૂચન કરવામાં આવ્યું છે. આ ઋતુમાં વાયુનું પ્રમાણ વધતા ચામડી ફાટી જવાના લક્ષણો જોવા મળે છે. મહિલાઓમાં પગના તળિયા ફાટી જવાની સમસ્યા જોવા મળે છે. આવામાં આહાર પર ખાસ ધ્યાન રાખવું જોઈએ. તેનાથી તમારી ચામડી પર મોટી અસર થાય છે.
સુરત GIDC માં રજા માંગતા મિલ માલિકે કામદારને માર્યો, વિફરેલા કામદાર રસ્તા પર ઉતર્યા
કેવો ખોરાક લેવો
આયુવેદમાં ઠંડીની સીઝીનમાં સ્નીગ્ધ, ગળ્યા, ખારા અને ખાટા રસની પ્રધાનતાવાળા આહારનું સેવન કરવાનું જણાવાયું છે. આ સીઝનમાં અડદિયા ખાવુ વધુ ફાયદાકારક છે. આ સીઝનમાં પાચન સારુ હોવાથી ભારે ખોરાક લેવાનો ઉલ્લેખ છે.
રોજ તેલની માલિશ કરો
શુષ્ક ત્વચા માટે શિયાળામાં દરરોજ તેલની માલિશ કરવી જોઈએ. આયુર્વેદ મુજબ બધા તેલની સરખામણીએ તલનું તેલ વધુ ગુણકારી છે. તલના તેલની માલિશથી ઘણા ફાયદા થાય છે. જો કે તલના તેલ સિવાય નારિયેળનું તેલ અને સરસવના તેલની માલિશ પણ કરી શકાય છે.
વિધાતાએ વિધિના કેવા લેખ લખ્યા! કડીના પાટીદાર યુવકનું જન્મદિને હાર્ટ એટેકથી મોત થયું