Migraine: ગરમીના દિવસોમાં માથાનો દુખાવાની સમસ્યા પણ વધી જતી હોય છે. ખાસ કરીને જે લોકોને માઈગ્રેન હોય તેમના માટે માથાનો દુખાવો સૌથી મોટી સમસ્યા હોય છે. જ્યારે માઈગ્રેનનો દુખાવો ટ્રિગર થાય છે તો તે અસહ્ય થઈ જાય છે. આયુર્વેદ અનુસાર જ્યારે શરીરમાં વાયુ અને પિત્ત દોષ અસંતુલિત થઈ જાય છે તો માઈગ્રેનનો દુખાવો થાય છે. જેમ જેમ દિવસ ચઢતો જાય તેમ માથાનો દુખાવો પણ વધતો જાય છે. આ દુખાવો ઘણી વખત એકથી વધુ દિવસ માટે પણ રહી શકે છે. જો તમને પણ વારંવાર માથાનો દુખાવો રહેતો હોય તો તમે ત્રણ આયુર્વેદિક ઉપાયની મદદથી માઈગ્રેનની સમસ્યાને મટાડી શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Cardamom Water: સવારે ખાલી પેટ લીલી એલચીનું પાણી પીવાથી થાય છે ચમત્કારી ફાયદા


નાડી શોધન 


જ્યારે પણ માથાનો દુખાવો થાય ત્યારે જમણી નાસિકા પોતાના ડાબા હાથની આંગળીથી બંધ કરો. અને પાંચ મિનિટ માટે ડાબી નાસિકાથી જ ધીરે ધીરે ઊંડા શ્વાસ લેવા અને છોડવા. આ પ્રેક્ટિસ દર કલાકે પાંચ મિનિટ કરો. તેનાથી મસ્તિષ્ક અને તંત્રિકા તંત્ર શાંત થશે. તેનાથી શરીરની ગરમી પણ ઓછી થવા લાગશે. 


આ પણ વાંચો: વિટામિન બી 12 ની ઊણપ હોય તો ખાવા લાગો આ 4 શાકાહારી વસ્તુઓ, નહીં લેવા પડે ઇન્જેક્શન


પલાળેલી બદામ અને કિસમિસ 


માઇગ્રેનના દુખાવાથી રાહત મેળવવી હોય તો થોડા દિવસ માટે નિયમિત 5 બદામ અને 5 કાળી કિસમિસને પાણીમાં પલાળીને ખાવાનું રાખો. બદામમાં રહેલું મેગ્નેશિયમ રક્તવાહિકાઓને આરામ આપી માથાના દુખાવામાં રાહત આપે છે. બદામ અને કિસમિસ સતત બાર અઠવાડિયા સુધી ખાવા જોઈએ. 


આ પણ વાંચો: Diabetes: સ્વાદમાં ખાટ્ટા-મીઠા આ 5 ફળથી ડાયાબિટીસ રહેશે કંટ્રોલમાં, જાણો ખાવાની રીત


પલાળેલા ધાણા 


એક ચમચી ધાણાને રાત્રે 1 ગ્લાસ પાણીમાં પલાળી દો. સવારે ખાલી પેટ પાણીને ગાળીને પી જવું. આ સિવાય ધાણાને નાશ લેવામાં પણ ઉપયોગમાં લઈ શકાય છે. તેના માટે એક તપેલામાં પાણી ઉકાળી તેમાં ધાણાના બી ઉમેરીને તેનાથી નાશ લેવી. આમ કરવાથી સાઇનસના કારણે થતો માથાનો દુખાવો મટે છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)