Headache: ઉનાળામાં વારંવાર દુખે છે માથું ? આ 4 રીતે દવા વિના મટી શકે છે માથાનો દુખાવો
Headache: દર વખતે જ્યારે માથું દુખે ત્યારે આરામ કરવાનો સમય મળે તે જરૂરી નથી. તેથી જ માથાનો દુખાવો થાય તો કેટલાક ઘરેલુ નુસખા અજમાવીને તેનાથી રાહત મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ જેથી પેન કિલર ખાવી ન પડે. આજે તમને આવા જ અસરકારક નુસખા વિશે જણાવીએ
Headache: કોમ્પ્યુટર કે લેપટોપ પર કલાકો સુધી કામ કરવું, પૂરતી ઊંઘ ન થવી, સમય પર નાસ્તો કે ભોજન ન કરવું... વગેરે કારણોના લીધે માથાનો દુખાવો થઈ શકે છે. જોકે માથાના દુખાવાની સમસ્યા ઉનાળામાં વધારે સતાવે છે. ગરમીના કારણે પણ માથાનો દુખાવો રહેતો હોય છે. દર વખતે જ્યારે માથું દુખે ત્યારે આરામ કરવાનો સમય મળે તે જરૂરી નથી. તેથી જ માથાનો દુખાવો થાય તો કેટલાક ઘરેલુ નુસખા અજમાવીને તેનાથી રાહત મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ જેથી પેન કિલર ખાવી ન પડે. આજે તમને આવા જ અસરકારક નુસખા વિશે જણાવીએ જે માથાના દુખાવાથી તુરંત રાહત આપી શકે છે.
માથાનો દુખાવો દૂર કરવાના ઘરેલુ ઉપાય
આ પણ વાંચો: AC Side Effects: સવારથી સાંજ સુધી AC માં જ રહેવાથી આ 5 બીમારીઓ થવાની શક્યતા વધે
- માથાના દુખાવાથી રાહત મેળવવા માટે આદુનું સેવન કરી શકાય છે. આદુમાં એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે જે રક્ત ધમનીઓમાં આવેલા સોજાને દૂર કરે છે અને માથાના દુખાવાથી રાહત મળવા લાગે છે. આદુના રસમાં થોડો લીંબુનો રસ મિક્સ કરીને પી લેવાથી માથાનો દુખાવો મટી જાય છે આ ઉપરાંત એક ગ્લાસ પાણીમાં બે ચમચી આદુનો પાવડર મિક્સ કરીને પીવાથી પણ દુખાવાથી રાહત મળી શકે છે
- માથાનો દુખાવો અસહ્ય હોય તો લવિંગનું સેવન કરવાથી પણ લાભ થઈ શકે છે. લવિંગમાં પેન રીલિવિંગ ગુણ હોય છે. તેના માટે એક સાફ રૂમાલ લઈ તેમાં વાટેલું લવિંગ રાખો. હવે આ રૂમાલને ઊંડા શ્વાસ લઈને સૂંઘવાનું રાખો. લવિંગ સૂંઘવાથી માથાના દુખાવામાં રાહત મળી શકે છે. માથાનો દુખાવો મટાડવા માટે તમે લવિંગના તેલથી માથામાં માલિશ પણ કરી શકો છો.
આ પણ વાંચો: આયુર્વેદની શક્તિશાળી જડીબુટ્ટી છે ચિત્રક, અનેક રોગ કરે છે દુર, જાણો તેના લાભ વિશે
- ઔષધીય ગુણોથી ભરપૂર તુલસીના પાન પણ માથાના દુખાવાને મટાડે છે. તુલસીના પાનને ધોઈને એક કપ પાણીમાં તેને ઉકાળો. ત્યાર પછી આ પાણીને પી જવું. માથાનો દુખાવો હોય ત્યારે ચામાં પણ તુલસીના પાન ઉમેરીને પી શકાય છે.
- ઘણા લોકોને ચા કે કોફી પીવાથી પણ માથાના દુખાવામાં રાહત થાય છે. ચા અને કોફીમાં કેફીન હોય છે જે માથાના દુખાવાને ઘટાડવામાં મદદ કરે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)