Loose Motion: લુઝ મોશનમાં આ પાંચ વસ્તુઓ ખાશો તો દવા લેવાની જરૂર નહીં પડે, તુરંત કરે છે અસર
Loose Motion: લુઝ મોશનની સમસ્યાથી તુરંત રાહત મેળવવી હોય તો કેટલાક ઘરેલુ ઉપાય મદદ કરી શકે છે. આજે તમને આવા જ કેટલાક ઉપાયો વિશે જણાવીએ. આ પાંચ ઉપાય લુઝ મોશન માટે રામબાણ છે. તેને કરવાથી દવા વિના મોશનની સમસ્યા દૂર થઈ જાય છે.
Loose Motion: લુઝ મોશન એક સામાન્ય સમસ્યા છે જે કોઈપણ વ્યક્તિને ક્યારેય પણ થઈ શકે છે. લુઝ મોશન પેટમાં ઇન્ફેક્શન કે ખાવા પીવામાં થયેલા ફેરફારના કારણે પણ થઈ શકે છે. જ્યારે પેટ બગડે છે તો શરીરમાંથી પાણી અને ઇલેક્ટ્રોલાઇટ નીકળી જાય છે. જો લાંબા સમય સુધી લુઝ મોશન રહે તો ડિહાઇડ્રેશન અને નબળાઈ પણ આવી શકે છે. લુઝ મોશન હોય ત્યારે ભારે વસ્તુઓ ખાવાનું પણ ટાળવું જોઈએ. જો લુઝ મોશનમાં તમે ઓઇલી વસ્તુઓ કે મસાલેદાર ખાવાનું ખાઓ છો તો તેના પાચનમાં સમય લાગે છે અને હાલત બગડી પણ શકે છે.
આ પણ વાંચો: રોજ 1 એલચી ચાવીને ખાવાથી બેડ કોલેસ્ટ્રોલ જેવી ગંભીર સમસ્યા પણ થઈ શકે છે દુર
લુઝ મોશનની સમસ્યાથી તુરંત રાહત મેળવવી હોય તો કેટલાક ઘરેલુ ઉપાય મદદ કરી શકે છે. આજે તમને આવા જ કેટલાક ઉપાયો વિશે જણાવીએ. આ પાંચ ઉપાય લુઝ મોશન માટે રામબાણ છે. તેને કરવાથી દવા વિના મોશનની સમસ્યા દૂર થઈ જાય છે.
દહીં
દહીંમાં પ્રોબાયોટિક્સ હોય છે જે પાચન તંત્રને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. દહીં ખાવાથી લુઝ મોશનમાં રાહત થાય છે. તમે દહીંમાં ખાંડ ઉમેરીને પણ ખાઈ શકો છો અથવા તો દહીંની છાસ બનાવીને પણ પી શકો છો.
આ પણ વાંચો: ઊંઘમાં છાતી પર ભૂત બેઠું હોય એવું વારંવાર લાગે છે ? તો જાણી લો આ અનુભવ પાછળનું કારણ
મીઠાનું અને ખાંડનું પાણી
લુઝ મોશન થયા હોય તો શરીરમાંથી ઘણું બધું પાણી નીકળી જાય છે. જેના કારણે ડીહાઇડ્રેશન પણ થઈ શકે છે. આવું ન થાય તે માટે જેને લુઝ મોશન થયા હોય તેને થોડી થોડી વારે મીઠું અને ખાંડ ઉમેરેલું પાણી પીવડાવતા રહેવું.
જીરાનું પાણી
જીરું પાચનતંત્ર માટે ફાયદાકારક છે. જીરાનું પાણી બનાવવા માટે એક ગ્લાસ પાણીમાં એક ચમચી જીરું ઉકાળો. ત્યાર પછી પાણીને ઠંડુ કરી ગાડી લો. ઠંડુ કરેલું જીરાનું પાણી દિવસમાં બે થી ત્રણ વાર પીવાનું રાખો.
આ પણ વાંચો: Jaggery with Curd: ગોળ-દહીં ખાવાથી દવા વિના દુર થાય છે આ બીમારીઓ, જાણો ગજબના ફાયદા
કેળા
પોટેશિયમથી ભરપૂર કેળા પણ ઇલેક્ટ્રોલાઇટને બેલેન્સ કરવામાં મદદ કરે છે. લુઝ મોશનની સમસ્યામાં કેળા ખાવાથી શરીરને ઊર્જા પણ મળશે અને પાચન પણ સારું થશે.
આ પણ વાંચો: Fever: તાવમાં દવા કરતા વધારે ઉપયોગી છે આ ઘરેલુ નુસખા, નેચરલ વસ્તુઓથી ઝડપથી ઉતરશે તાવ
નાળિયેર પાણી
નાળિયેર પાણી ઇલેક્ટ્રોલાઈટનો સૌથી સારો સોર્સ છે. નાળિયેર પાણીમાં એન્ટિવાયરલ ગુણ હોય છે. લુઝ મોશનમાં નાળિયેર પાણી પીવાથી શરીર હાઈડ્રેટ રહે છે અને પેટની સમસ્યા દૂર થાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)