Elon Musk Weightloss Secret : ટ્વિટરના નવા બોસ એલન મસ્ક ફરી એકવાર ચર્ચામાં છે, પરંતુ આ વખતે કારણ બીજુ છે. એક ટ્વીટના જવાબમાં અરબપતિએ સોશિયલ મીડિયા પર ખુલાસો કર્યો છે કે, તેમણે લગભગ 30 પાઉન્ડ (13 કિલો) વજન ઘટાડ્યું. એક યુઝરે ટ્વીટનો જવાબ આપતા એલન મસ્કે આખી વેઈટલોસ સ્ટોરી જણાવી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટ્વિટરની કોન્ટ્રોવર્સી ઉપરાંત એલન પોતાના વજનને લઈને ચર્ચામાં છે. તેમણે અત્યાર સુધી 13.6 કિલો વજન ઘટાડ્યુ છે. એલન મસ્કે હાલમાં જ ખુલાસો કર્યો કે, તેઓએ એક મિત્રની સલાહ પર 13.6 કિલો વજન ઘટાડ્યુ છે. તેના સફળ પરિણામની પાછળ ત્રણ નિયમ છે. 


  • ફાસ્ટીંગ

  • ડાયાબિટીસની દવા

  • પોતાના ફૂડ ક્રેવિંગ પર કન્ટ્રોલ


તમામ લોકો એલન મસ્કની વેઈટલોસ જર્નીના વખાણ કરી રહ્યાં છે. થોડા મહિના પહેલા એલન મસ્કે ખુલાસો કર્યો હતો કે, એક મિત્રની સલાહ પર તેઓએ ઈન્ટરમિટેંટ ફાસ્ટિંગ કર્યુ અને તેમનુ વજન 9 કિલો ઓછું થઈ ગયું. પૂર્વ ટ્વિટર સીઈઓ જેક ડોરસીએ પણ ખુલાસો કર્યો કે, મસ્કે રાતના ખોરાકમાં ચિકન કે સ્ટેક, માછલી અને વધુ પડતા લીલા શાકભાજી ખાવાનું શરૂ કર્યુ છે. 


ઈન્ટરમિટેંટ ફાસ્ટિંગ શું છે
આવો જાણી કે ઈન્ટરમિટેંટ ફાસ્ટિંગ શુ હોય છે. હાલના દિવસોમાં ઈન્ટરમિટેંટ ફાસ્ટિંગ બહુ જ લોકપ્રિય ડાયટ સિસ્ટમમાંથી એક છે. જેના અનેક ફાયદા છે. તેમાં શુ શુ સામેલ છે એ જોઈ લો.



વજન ઘટાડવું
ડાયાબિટીસના રોગીઓમાં બ્લડ શુગર મેનેજમેન્ટ
લાંબી ઉંમર
ક્રોનિક બીમારીઓનું ઓછુ જોખમ
સ્વાસ્થ હૃદય
મોટાપાથી ઓછું જોખમ
સારું પાચન
શરીરમાં ચરબીના સ્તરને ઓછું કરવું
ઈન્સ્યુલિન પ્રતિરોધની સારવાર કરે છે
સુજનને ઓછું કરવું
હાઈબ્લેડ પ્રેશરનું ઓછું જોખમ


થોડા મહિના પહેલા એલન મસ્કે શેર કર્યુ હતું કે, તેઓ પોતાની લાઈફસ્ટાઈલમાં બદલાવ લાવી રહ્યાં છે. તેમણે 28 ઓગસ્ટના રોજ એક ટ્વીટમાં લખ્યુ હતું કે, તેઓ મિત્રની સલાહ પર સમય સમય ફાસ્ટિંગ કરી રહ્યાં છે અને સ્વસ્થ અનુભવી રહ્યાં છે. ઝીરો ફાસ્ટિંગ એપ બહુ જ સારી છે. તેમણે એમ પણ લખ્યુ હતું કે, તેઓ પોતાના એકસ્ટ્રીમ વેઈટથી 20 પાઉન્ડથી વધુ નીચે છે.