સેક્સ્યુઅલ હેલ્થ સુધારવા માટે કરો આ એક કામ, પાર્ટનર રોમાંચિત થઈ જશે
આજના સમયમાં સુસ્ત લાઈફ સ્ટાઈલ, ખોટી ખાણી પીણીની આદતો, એન્ઝાઈટી, પ્રદૂષણ વગેરેના કારણે સેક્સ્યુઅલ હેલ્થ સાચવવી એક પડકાર બની ગયો છે. આ નાના નાના ફેક્ટર યૌન સ્વાસ્થ્ય પર ખુબ ખરાબ અસર કરે છે.
આજના સમયમાં સુસ્ત લાઈફ સ્ટાઈલ, ખોટી ખાણી પીણીની આદતો, એન્ઝાઈટી, પ્રદૂષણ વગેરેના કારણે સેક્સ્યુઅલ હેલ્થ સાચવવી એક પડકાર બની ગયો છે. આ નાના નાના ફેક્ટર યૌન સ્વાસ્થ્ય પર ખુબ ખરાબ અસર કરે છે. હાલમાં જ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ રિસર્ચમાં કહેવામાં આવ્યું કે જે લોકો જાડા હોય છે કે પછી જે લોકો કસરત કરતા નથી, તેમનામાંથી 43 ટકા મહિલાઓ અને 31 ટકા પુરુષો કોઈને કોઈ યૌન રોગથી પીડિત હોય છે.
એટલે કે જે લોકો ફિઝિકલ એક્ટિવ નથી રહી શકતા, તેની સીધી અસર તેમની સેક્સ્યુઅલ હેલ્થ પર પડે છે. પછી આવા લોકો વિયાગ્રા કે અન્ય ગોળી કે દવાનું સેવન કરે છે જેનાથી તેમની હેલ્થ પર સાઈડ ઈફેક્ટ થાય છે.
શરીરને સ્વસ્થ રાખવા, દિમાગ ચુસ્ત રાખવા, બીમારીઓથી દૂર રહેવા માટે તથા સારું જીવન જીવવા કસરત તો જરૂરી છે જ પરંતુ રિસર્ચમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે સેક્સ્યુઅલ હેલ્થને સારી રાખવા માટે પણ કસરત ખુબ જરૂરી છે. એક્સપર્ટ પુરુષો અને મહિલાઓ બંનેને કોઈ પણ સ્વરૂપે ફિઝિકલ એક્ટિવિટી કે કસરત કરવાની સલાહ આપે છે. જે લોકો અઠવાડિયામાં ઓછામાં ઓછું 2-3 દિવસ કસરત કરે છે તેમના શરીર પર ખુબ પોઝિટિવ પ્રભાવ જોવા મળે છે.
કસરત કરવાથી સેક્સ્યુઅલ હેલ્થ પર સારો પ્રભાવ પડે છે? આ અંગે સ્ટડી શું કહે છે તે પણ જાણો.
કોરોનાકાળમાં ધરતી પર જન્મ્યું અજીબોગરીબ પ્રાણી, જોઈને ચોંકી જશો
કસરત કરનારાઓમાં જોવા મળ્યો આ ફાયદો
ધ જર્નલ ઓફ સેક્સ્યુઅલ મેડિસિનમાં પબ્લિશ થયેલા સ્ટડી મુજબ કમરનો વધારો/પરિધિ કે પછી વધુ બીએમઆઈ વાળા પુરુષોમાં સ્તંભન દોષ એટલે કે ઈરેક્ટાઈલ ડિસફંક્શન થવાની સંભાવના 50 ટકા હોય છે. જ્યારે 25 ટકા મહિલાઓએ સેક્સ્યુઅલ એક્ટિવિટી અને પરફોર્મન્સમાં કમી જોઈ.
ધ જર્નલ ઓફ સેક્સ્યુઅલ મેડિસિનમાં 2021માં પબ્લિશ થયેલા રિસર્ચ મુજબ જે મહિલાઓ દર અઠવાડિયે ઓછામાં ઓછા 6 કલાક કસરત કરે તેઓ કસરત ન કરતી મહિલાઓની સરખામણીમાં યોનિની ધમનીઓમાં ઓછું દર્દ મહેસૂસ કર્યું. જ્યારે રોજ કસરત કરનારાઓએ સેક્સની ઈચ્છા, ઉત્તેજના, લુબ્રિકેશન અને ઓર્ગેઝમ મહેસૂસ કર્યું.
લોસ એન્જિલસના સીડર-સિનોઈ મેડિકલ સેન્ટરના એક યુરિન રો વિશેષજ્ઞ અને યૌન સ્વાસ્થ્ય વિશેષજ્ઞ ડો.કેરિન ઈલ્બરે કહ્યું કે સેક્સ્યુઅલ હેલ્થ વાસ્તવમાં એક મોટી સમસ્યા છે, જેને તમામ લોકોએ ઓવરઓલ હેલ્થ પ્રોબ્લમની જેમ જ ધ્યાનમાં લેવી જોઈએ. પરંતુ હજુ પણ આ વિષય પર અનેક લોકો ખુલીને વાત કરી શકતા નથી. આ એક સત્ય હકીકત છે કે સેક્સ માણસના જીવનમાં ખુબ મહત્વપૂર્ણ હિસ્સો છે અને તેનું મહત્વ ફક્ત બાળકો પેદા કરવા સુધી જ સિમિત નથી. સારી રીતે કરાયેલું સેક્સ કોઈના પણ માનસિક સ્વાસ્થ્ય, ભાવનાત્મક સ્વાસ્થ્ય, જીવનની ગુણવત્તા અને રિલેશનશીપને મજબૂત કરવામાં ખુબ મદદ કરે છે.
કસરતના સેક્સ્યુઅલ હેલ્થમાં ફાયદા
કોઈ પણ એરોબિક કસરત કરવાથી બ્લડ સર્ક્યુલેશન વધી જાય છે. જેનાથી સ્વસ્થ હેલ્ધી સંચાર પ્રણાલી બને છે. સારું બ્લડ સર્ક્યુલેશન રહેવાથી પુરુષોમાં ઈરેક્શનમાં મદદ મળે છે અને મહિલાઓમાં તે વજાઈના લુબ્રિકેશન અને સેન્સેશનમાં મદદ કરે છે.
જ્યારે કોઈ નિયમિત રીતે કસરત કરે છે તો તેનું એન્ડયૂરેન્સ એટલે કે સહનશક્તિ વિક્સિત થાય છે. જે તેની સેક્સ્યુઅલ હેલ્થ માટે ખુબ ફાયદાકારક હોય છે. નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના સ્ટડી મુજબ અડધા કલાકની સેક્સ્યુઅલ એક્ટિવિટી પુરુષોમાં 125 કેલરી અને મહિલાઓમાં લગભગ 100 કેલરી બર્ન કરી શકે છે.
ચોંકાવનારો કિસ્સો, વિચિત્ર રીતે પ્રાઈવેટ પાર્ટમાં ઘૂસી ગયું મેટલ હૂક, એક્સ-રે જોઈ ડોક્ટર પણ સ્તબ્ધ
કસરત કરવા દરમિયાન વ્યક્તિ ડાયટ ફોલો કરે છે જેનાથી તે પહેલા કરતા વધુ ફીટ અને લીન થવા લાગે છે. આમ કરવાથી તેનામાં કોન્ફિડન્સ પણ વધે છે. જર્નલ ઓફ પર્સનાલિટીમાં 2029માં પબ્લિશ થયેલા એક રિસર્ચ મુજબ મહિલાઓને કોન્ફિડન્સવાળા લોકો વધુ રોમેન્ટિક લાગે છે અને આવા લોકો જ તેમને વધુ પસંદ હોય છે. હવે પછી ભલે તે કોન્ફિડન્સ શરૂથી હોય કે પછી તેણે કોઈ રીતે પોતાની અંદર પેદા કર્યો હોય.
આ ઉપરાંત કસરત કરવાથી સ્ટ્રેસ ઓછો થાય છે અને તમે એ વાત સારી રીતે જાણતા હશો કે તણાવ, ચિંતા કે એંગ્ઝાઈટીથી સેક્સ્યુઅલ હેલ્થ પર કેટલો નકારાત્મક પ્રભાવ પડે છે. તણાવ, ચિંતા અને ડિપ્રેશન ઓછું કરવામાં કસરત ખુબ મદદ કરે છે, જે એક સારી સેક્સ ડ્રાઈવમાં મદદ કરે છે. આ સાથે જ કસરત કરવાથી બ્લડ પ્રેશર મેન્ટેઈન રહે છે. ડાયાબિટિસ જેવી ગંભીર બીમારીઓથી બચાય છે અને ઓવરઓલ હેલ્થ પણ સારી રહે છે.
પાણીપુરી ખાવાનો શોખ તમને કરાવી શકે છે આ જબરદસ્ત ફાયદો, ખાસ જાણો
કેટલી કસરત કરવી યોગ્ય
કોઈ પણ સેક્સ્યુઅલ હેલ્થને સારી બનાવવા માટે કેટલી કસરત કરવી જોઈએ એ વાત વ્યક્તિગત રીતે દરેક વ્યક્તિ માટે અલગ અલગ હોઈ શકે છે. આ માટે તમે ડોક્ટરની પણ સલાહ લઈ શકો છો. વિશેષજ્ઞોનું કહેવું છે કે નિયમિત રીતે ફાસ્ટ ચાલવુ, સ્લો ચાલવું, એરોબિક કસરત, વેઈટ ટ્રેનિંગ કસરત સેક્સ્યુઅલ હેલ્થમાં સુધારો લાવી શકે છે. રોજ 20-30 મિનિટ કોઈ પણ પ્રકારની કસરત સેક્સ્યુઅલ હેલ્થમાં ફાયદો પહોંચાડી શકે છે.
ફિઝિકલ એક્ટિવ રહો અને તમારા ડાયટને યોગ્ય રાખો. તેનાથી તમારી સેક્સ્યુઅલ હેલ્થ સારી રહેશે. જેનાથી અનેક ફાયદા પણ થશે. પરંતુ જો તમે યૌન સ્વાસ્થ્યમાં કમી મહેસૂસ કરતા હોવ તો સૌથી પહેલા ડોક્ટરનો સંપર્ક કરો જેથી કરીને તેઓ તમને યોગ્ય જાણકારી આપી શકે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube