Blurred vision: આજના યુગમાં દરેક વ્યક્તિ આંખોની કોઈને કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આપણું અસંતુલિત જીવન અને બિનઆરોગ્યપ્રદ આહાર આંખોની વધતી સમસ્યા પાછળનું કારણ છે. આ સિવાય આપણે લેપટોપ, મોબાઈલ જોવામાં લાંબો સમય પસાર કરીએ છીએ. આ બેદરકારીના કારણે તમને આંખો સંબંધિત ગંભીર રેટિના ડિટેચમેન્ટની સમસ્યા પણ થઈ શકે છે. જેના કારણે તમારી સંપૂર્ણ દૃષ્ટિ પણ દૂર થઈ શકે છે.  આ એક ગંભીર સ્થિતિ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું હોય છે રેટિનલ ડિટૈચમેન્ટની સમસ્યા?
રેટિના ડિટેચમેન્ટ એ એવી સ્થિતિ છે જેમાં આંખનો પડદો ફાટી જાય છે. આમાં રેટિના આંખના પાછળના સ્તરથી અલગ થઈ જાય છે. જેના કારણે રેટિનામાં લોહીનું પરિભ્રમણ ઓછું થવા લાગે છે. જો રેટિના લાંબા સમય સુધી અલગ રહે છે, તો વ્યક્તિ તેની દૃષ્ટિ કાયમ માટે ગુમાવે છે. રેટિના ડિટેચમેન્ટની શરૂઆતમાં તમારી આંખોની સામે અંધકાર દેખાવા લાગે છે અને ધીમે ધીમે તમારો પ્રકાશ ઓછો થવા લાગે છે. જો સમયસર સારવાર ન કરવામાં આવે તો તમે કાયમ માટે અંધ બની શકો છો.


આ પણ વાંચો: કોઈ પણ ભોગે સફળતા મેળવવાનું ઝૂનૂન હોય છે આ રાશિની છોકરીઓમાં, કરે છે ખૂબ પ્રગતિ
આ પણ વાંચો: Twitter પછી, Facebook-Instagram એ શરૂ કરી Paid સેવા, જાણો પ્રક્રિયા
આ પણ વાંચો: EV ખરીદવાનું સપનું પૂરું કરો, 15 લાખની અંદર મળશે આ શાનદાર રેન્જવાળી કાર


રેટિનલ ડિટૈચમેન્ટનું કારણ? 
રેટિના ડિટેચમેન્ટની સમસ્યાને કારણે આંખોની રોશની નબળી થવા લાગે છે. આ સમસ્યા વૃદ્ધાવસ્થામાં વધુ જોવા મળે છે. તમને જણાવી દઈએ કે, વૃદ્ધાવસ્થામાં તમારી આંખોમાં રહેલું પ્રવાહી, જેને વિટ્રિયસ જેલ કહેવામાં આવે છે, તે ઓછું થવા લાગે છે. તેનો આકાર બદલવાથી તમારી રેટિના ફાટી શકે છે.આ સિવાય જો વ્યક્તિની આંખોની આસપાસ કોઈપણ પ્રકારની ઈજા હોય તો પણ આ સમસ્યા થઈ શકે છે. જે લોકોને મોતિયાની સર્જરી થઈ હોય તેમને પણ આ સમસ્યા થાય છે.


રેટિનલ ડિટૈચમેન્ટના લક્ષણ
જ્યારે આંખોનો પડદો ફાટી જાય છે ત્યારે તમારી આંખોમાં વધુ ફ્લોટર દેખાય છે. જ્યારે તમે આકાશ તરફ જુઓ છો, ત્યારે કેટલીક આકૃતિઓ તરતી જોવા મળે છે તેને ફ્લોટર કહેવામાં આવે છે. રેટિના ડિટેચમેન્ટના શરૂઆતના સમયગાળામાં વધુ ફ્લોટર્સ જોવા મળશે. પછી ધીમે ધીમે આંખો સામે અંધારું આવવાનું શરૂ થઈ જશે અને તે પછી દેખાતું બંધ થઈ જશે. આ સિવાય અચાનક પ્રકાશનો ઝબકારો અને આંખો ભારે થઈ જવી પણ આમાં સામેલ છે.


આ પણ વાંચો:  CNG કીટ લગાવી દીધી પરંતુ જો આ વાતનું ધ્યાન નહીં રાખો તો તમારી મુશ્કેલી વધી જશે
આ પણ વાંચો:  આ છે દુનિયાનો સૌથી રહસ્યમય કુંડ, જેની ઉંડાઈ વિશે આજ સુધી વિજ્ઞાન પણ જાણી શક્યું નથી
આ પણ વાંચો:  ChatGPT ની મદદથી લાખોપતિ બન્યો વ્યક્તિ, 24 કલાકમાં ઉભી કરી દીધી કંપની


શું છે તેની સારવાર?
દર્દીની સ્થિતિ પર જ તેની સારવાર કરવામાં આવે છે. આ સમસ્યામાં સારવારમાં ફાટેલી રેટિના સર્જરી, લેસર સર્જરી અથવા ફોટોકોએગ્યુલેશન, ફ્રીઝિંગ ટ્રીટમેન્ટ અથવા ક્રાયોપેક્સી અને ડિટેચ્ડ રેટિના સર્જરીનો સમાવેશ થાય છે.


(નોંધઃ આ લેખમાં આપેલા સૂચનોને અનુસરતા પહેલાં ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)


 


આ પણ વાંચો: Summer Tips: ઉનાળામાં નહીં થાય આ બિમારીઓનો એટેક, સવારે ખાલી પેટ કરો ફક્ત આ એક કામ
આ પણ વાંચો: આ છે દુનિયાનો સૌથી રહસ્યમય કુંડ, જેની ઉંડાઈ વિશે આજ સુધી વિજ્ઞાન પણ જાણી શક્યું નથી
આ પણ વાંચો: આ ત્રણ ગ્રહોની યુતિ દેશમાં મચાવી શકે છે તાંડવ, ભૂકંપ-આર્થિક સંકટની સંભાવના


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube