Weight Loss Tips: જીવનશૈલીમાં ફેરફારના કારણે વજન વધવું એ સામાન્ય થઈ ગયું છે. આમ તો મોટાભાગે લોકો વધતા વજનને સમસ્યા ગણે છે. પરંતુ સ્થૂળતા જીવલેણ સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં જો ઝડપથી વજન ઘટાડવું હોય તો તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડે છે. દિવસ દરમિયાન જો તમે સમયના અભાવના કારણે ધ્યાન આપી શકતા ન હોય તો રાત્રે સૂતા પહેલા કેટલીક બાબતોનું ધ્યાન રાખીને વજન ઘટાડી શકાય છે.  આમ કરવાથી વજન ઝડપથી ઘટવા લાગશે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


માનસિક સ્વાસ્થ્ય સારું રાખે છે આ વસ્તુઓ, ડિપ્રેશન-એન્ઝાઈટી જેવી સમસ્યા રહેશે દુર


Health Tips: સવારે ગરમ પાણી પીવાથી શરીરને ફાયદો થાય કે નુકસાન? જાણો સાચો જવાબ


અનિયમિત માસિકની સમસ્યા સતાવતી હોય તો આ વસ્તુ ખાવાની કરો શરુઆત, નિયમિત થશે Period


સૂતા પહેલા પ્રોટીન શેક 


રાત્રે સૂતા પહેલા પ્રોટીન શેક પીવાથી ઘણા ફાયદા થાય છે. પ્રોટીન શેક કાર્બોહાઇડ્રેટ્સથી ભરપુર હોય છે તેથી તેને પચાવવા માટે શરીરને વધારે કેલેરી બર્ન કરવી પડે છે. 
 
સ્લીપ માસ્ક

સ્લીપ માસ્ક પહેરવાથી વજન ઘટે છે. એક અભ્યાસ અનુસાર જે લોકો ઝાંખા પ્રકાશમાં ઊંઘે છે તેઓ 21 ટકા વધુ મેદસ્વી હોય છે. આવી સ્થિતિમાં સ્લીપ માસ્ક પહેરીને સૂવું ફાયદાકારક રહે છે.


રાત્રે પુરતી ઊંઘ

જો તમે રાત્રે એક કલાક વધુ ઊંઘ લો છો તો તેનાથી વજન ઘટાડવામાં મદદ મળશે. એટલે કે વધુ ઊંઘ લેવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે અને સાથે જ માનસિક શાંતિ પણ મળે છે. તેથી દરરોજ ઓછામાં ઓછા 9 કલાક સૂવાની આદત રાખો.