માનસિક સ્વાસ્થ્ય સારું રાખે છે આ વસ્તુઓ, ખાવાથી ડિપ્રેશન-એન્ઝાઈટી જેવી સમસ્યા રહેશે દુર
Mental Health Friendly Food: કામનું દબાણ, જીવનશૈલી, અભ્યાસ, સોશિયલ મીડિયા અને અન્ય ઘણાં સામાજિક કારણોને લીધે છેલ્લાં કેટલાક વર્ષોમાં લોકોમાં માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ વધી છે. સ્ટ્રેસ, ડિપ્રેશન, એન્ઝાઈટી જેવી સમસ્યાઓ ખૂબ જ ગંભીર હોય છે.
Trending Photos
Mental Health Friendly Food: કામનું દબાણ, જીવનશૈલી, અભ્યાસ, સોશિયલ મીડિયા અને અન્ય ઘણાં સામાજિક કારણોને લીધે છેલ્લાં કેટલાક વર્ષોમાં લોકોમાં માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ વધી છે. સ્ટ્રેસ, ડિપ્રેશન, એન્ઝાઈટી જેવી સમસ્યાઓ ખૂબ જ ગંભીર હોય છે. આરોગ્ય નિષ્ણાંતો અનુસાર આ સમસ્યાઓને બિલકુલ અવગણવી નહીં. જીવનશૈલી અને ખાવાપીવાની આદતોને યોગ્ય રાખીને માનસિક સમસ્યાઓનું જોખમ ઘટાડી શકાય છે. શારીરિક સ્વાસ્થ્યની સાથે માનસિક સ્વાસ્થ્ય સારું રાખવું હોય તો આહાર મહત્વની ભૂમિકા ભજવી શકે છે. જો માનસિક સ્વાસ્થ્ય સારું રાખવું હોય તો આ પ્રકારનો આહાર તમે ખાઈ શકો છો.
આ પણ વાંચો:
આખું અનાજ માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આખા અનાજમાં કાર્બોહાઇડ્રેટ્સ અને વિવિધ પ્રકારના પોષક તત્વો હોય છે. આખા અનાજ મગજને તેજ કરે છે અને ડિપ્રેશન અને ચિંતા ઘટાડવામાં પણ મદદ કરે છે.
પાલક
પાલક અને અન્ય લીલા પાંદડાંવાળા શાકભાજી ખાવાથી મગજને પર્યાપ્ત માત્રામાં ફોલિક એસિડ મળે છે જે ડિપ્રેશનનું જોખમ ઘટાડે છે. જે લોકોને ચિંતાના કારણે ઊંઘવામાં તકલીફ પડતી હોય તેમણે પાલકનું સેવન કરવું જોઈએ.
ડ્રાયફ્રુટ
માનસિક સ્વાસ્થ્ય માટે ડ્રાયફ્રૂટ્સનું સેવન કરવું જોઈએ. ડ્રાયફ્રુટ ઓમેગા-3 ફેટી એસિડનો ઉત્તમ સ્ત્રોત હોય છે. તે ડિપ્રેશન સામે લડવામાં મદદ કરે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે