Fennel Seeds: ખરાબ લાઈફસ્ટાઈલ, આહાર, સ્ટ્રેસ અને અન્ય કારણોને લીધે ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. ડાયાબિટીસની બીમારીમાં બ્લડ સુગર કંટ્રોલ ન રહે તો વધેલું બ્લડ સુગર લેવલ શરીરના આ અંગોને ગંભીર રીતે પ્રભાવિત કરી શકે છે. કેટલાક કેસમાં ડાયાબિટીસના કારણે આંખની રોશની પર પણ અસર પડે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Knee Pain: ઘરમાં રહેલી આ 4 વસ્તુઓથી ઘૂંટણનો દુખાવો 1 અઠવાડિયામાં મટી જશે


તેથી જ ડાયાબિટીસ હોય તો લાઈફસ્ટાઈલ અને ખાસ કરીને આહારમાં ફેરફાર કરવો જરૂરી છે. દવાની સાથે આ બે વસ્તુ કરીને બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરી શકાય છે. આ સિવાય કેટલાક ઘરેલુ નુસખા પણ છે જે તમને બ્લડ શુગર કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે.. જો તમે વરીયાળીનું સેવન કરો છો તો બ્લડ સુગર લેવલને કંટ્રોલમાં કરવામાં મદદ મળે છે. 


આ પણ વાંચો: આયુર્વેદ દહીં અને ડુંગળી એકસાથે ખાવાની કરે છે મનાઈ, ખાવાથી થાય છે આ 3 સમસ્યા


વરીયાળીમાં ફાઇબર, વિટામિન સી, કેલ્શિયમ, પોટેશિયમ જેવા તત્વો હોય છે. વરીયાળીનો ઉપયોગ ઘરમાં મુખવાસ તરીકે સૌથી વધુ કરવામાં આવે છે. મુખવાસ તરીકે ખવાતી વરીયાળીમાં એન્ટિઓક્સિડન્ટ ગુણ હોય છે. તેમાં એવા તત્વ પણ હોય છે જે બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.. તો ચાલો તમને જણાવીએ વરિયાળીનું સેવન કઈ રીતે કરવાથી બ્લડ સુગર કંટ્રોલ કરવામાં મદદ મળે છે. 


આ પણ વાંચો: બેડ કોલેસ્ટ્રોલ માટે પીવો આમળાનો રસ, પીવાથી નસે નસમાં જામેલું કોલેસ્ટ્રોલ નીકળી જશે


વરીયાળીનો ઉપયોગ ડાયાબિટીસમાં ફાયદો થાય તે માટે કરવો હોય તો વરિયાળીને કાચી ખાવાની ટેવ પાડો. ખાવા પીવાની વસ્તુઓમાં તેને મસાલા તરીકે વાપરીને પણ લઈ શકાય છે. ડાયાબિટીસમાં વરીયાળીનું તેલ અને વરીયાળી બંને ફાયદાકારક સાબિત થાય છે. વરીયાળીનું શરબત પણ પી શકાય છે પરંતુ તેમાં ખાંડ ઉમેરવાનું ટાળવું. 


આ પણ વાંચો: રાત્રે દેખાય છે હાર્ટ એટેકના આ 4 લક્ષણો, આ તકલીફોને ઈગ્નોર કરવાની ભૂલ ન કરો


ડાયાબિટીસના દર્દીઓને વરિયાળીની ચા સૌથી વધુ ફાયદો કરે છે. તેના માટે એક વાસણમાં એક કપ પાણી ઉકાળો અને તેમાં એક ચમચી વરિયાળી અને આદુ ઉમેરો. બંને વસ્તુને ધીમા તાપે ઉકળવા દો. 10 થી 15 મિનિટ પછી ગેસ બંધ કરી તૈયાર કરેલી ચાને ગાળી અને ગરમ હોય ત્યારે જ પી લેવી.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)