COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવી દિલ્લીઃ બદામ ખાશો તો અક્કલ આવશે, અખરોટ ખાશો તો મગજ ચાલશે...આપણે નાના હતા ત્યારે આપણને સૌ કોઈને ઘરેથી આવું કહેતાં. સુકામેવા ખાવાથી શરીરને અનેક લાભ થતાં હોય છે. અલગ અલગ ડ્રાયફ્રૂટ્સના નિયમિત સેવનથી તમે અનેક બીમારીઓ તકલીફોથી દૂર રહી શકો છો. એમાંય વાત જ્યારે ડ્રાયફ્રૂટ્સની આવે ત્યારે કાજુ-બદામનું નામ ભલે ટોપ પર લેવાતું હોય પણ અંજીર તો અંજીર છે. આ આર્ટિકલમાં અમે અંજીરના ફાયદા જણાવ્યાં છે, જે જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. 


માણસના શરીરને મજબુત અને સ્વસ્થ્ય બનાવવા માટે ડ્રાઈ ફ્રુટ્સ બહુ મહત્વ ધરાવે છે. શરીરમાં ઉર્જા માટે પણ ડ્રાઈ ફ્રુટ્સ અવશ્ય લેવા જોઈએ. હાડકાને મજબુત કરવા માટે પણ એક ડ્રાઈ ફ્રુટ મહત્વનો ભાગ ભજવે છે. જેનું નામ છે અંજીર. અંજીરમાં મોટી માત્રામાં એન્ટી-ઓક્સીડેન્ટ્સ હોય છે. જે ઈમ્યુનિટી વધારવામાં પણ મદદરૂપ થાય છે. આ સાથે જ આમાં અનેક વિટામીન્સ અને મિનરલ્સ પણ મળે આવે છે. અંજીરનું સેવન કેવી રીતે લોકોએ કરવું જોઈએ આવો જાણીએ.


અંજીરને પલાળીને તેનું સેવન કરવું જોઈએ-
પલાળેલા અંજીર ખૂબ જ ફાયદાકારક હોય છે. એટલે કે, આવા લોકો જે તેનું સીધું સેવન કરે છે, તેઓ તેને પલાળીને ખાઈ શકે છે. તેનાથી તમને વધુ ફાયદો થશે. હાડકાંને મજબૂત કરવાનો આ શ્રેષ્ઠ ઉપાય છે.

પલાળેલા અંજીર ખાવાથી મળશે અનેક ફાયદા-


- અંજીરનું સેવન પાચન તંત્રમાં થતી મુશ્કેલીઓ પણ દૂર કરે છે. અંજીરમાં સારા પ્રમાણમાં ફાઈબર હોવાથી પેટ સંબંધિત પરેશાનીઓ દૂર થાય છે.


- જે લોકોના શરીરમાં લોહીની કમી હોય છે, તેમણે અંજીરનું સેવન કરવું જોઈએ. અંજીરથી શરીરમાં એનીમિયાની સમસ્યા દૂર થાય છે.


-પલાળેલા અંજીર હાડકાંને મજબૂત કરવામાં ખૂબ જ ફાયદાકારક છે. એટલે કે એવા લોકો જેમના હાડકા સમય પહેલા નબળા થઈ રહ્યા છે તેમણે અંજીરનું સેવન કરવું જોઈએ.


- સ્વસ્થ્ય હૃદય માટે પણ અંજીર એક શ્રેષ્ઠ ઉપાય છે. અંજીરનું સેવન કરવાથી ખરાબ કોલેસ્ટ્રોલ કાબુમાં રહે છે, જેથી હાર્ટ એટેકનું જોખમ પણ ઘટી જાય છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા, ચોક્કસપણે તબીબી સલાહ લો. ZEE ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)