Fish oil Side Effects: હેલ્ધી રહેવા માટે લોકો હેલ્થ સપ્લીમેન્ટ લેતા હોય છે. જેમાં ફિશ ઓઇલ સપ્લીમેન્ટ સૌથી સામાન્ય છે. જે લોકો ફિશ ખાઈ શકતા ન હોય તેવો ફીશ ઓઈલ સપ્લીમેન્ટ લઈને શરીરને જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે. ફિશ ઓઇલ સપ્લીમેન્ટ એટલે કે માછલીની કોશિકાઓમાંથી કાઢેલા ફેટી એસિડનો ઉપયોગ કરીને બનાવેલી દવાઓ. આપણા શરીરને ઓમેગા 3 ફેટી એસિડની ખૂબ જ જરૂર હોય છે. તેવામાં આ દવાઓ ઓમેગા 3 ફેટી એસિડની જરૂરિયાતોને પૂરી કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Fever: ડેંગ્યુ, ઝીકા અને મલેરિયાના તાવ વચ્ચે શું હોય અંતર ? જાણો બીમારીઓના લક્ષણ


આ દવાઓ ઓમેગા 3 ફેટી એસિડથી ભરપુર હોય છે પરંતુ તેને લેવાની શરુઆત નિષ્ણાંતની સલાહ પછી કરવી જોઈએ. કેટલાક લોકો સમજ્યા વિના જાતે ડોક્ટર બની આ સપ્લીમેંટ શરુ કરી દેતા હોય છે. શરીર માટે કેટલો ડોઝ યોગ્ય છે, દવા ક્યારે લેવી એ બધું ખૂબ મહત્વનું હોય છે. જ્યારે આવી દવાઓ ડોક્ટરની સલાહ વિના શરુ કરી દેવામાં આવે તો તે જોખમી પણ સાબિત થઈ શકે છે. તાજેતરમાં જ એક રિપોર્ટ પણ આવ્યો છે જેમાં કહેવાયું છે કે આ દવાઓ હાર્ટની બીમારીનું જોખમ વધારી પણ શકે છે.


આ પણ વાંચો: Dry Cough: સુકી ઉધરસ મટવાનું નામ નથી લેતી ? તો અપનાવો આ 3 માંથી કોઈ 1 દેશી નુસખો


ઓમેગા 3 ફેટી એસિડ માટે સપ્લીમેન્ટ લેવી જ પડે તેવું જરૂરી નથી. ઓમેગા 3 ફેટી એસિડથી ભરપૂર અન્ય વસ્તુને ડાયટમાં સામેલ કરીને પણ શરીરની આ જરૂરિયાતને પૂરી કરી શકાય છે. એવું માનવામાં આવે છે કે ફિશ ઓઇલ સપ્લીમેન્ટથી બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલ ઘટે છે. પરંતુ આ સપ્લીમેન્ટના કેટલાક નુકસાન પણ છે. સૌથી મોટું તો નુકસાન હાર્ટને થાય છે. 


આ પણ વાંચો: ચામાં મીઠું ઉમેરીને પીધી છે ક્યારેય ? આ ફાયદા વિશે જાણી એકવાર ચોક્કસથી ટ્રાય કરશો


સપ્લીમેન્ટનો ઉપયોગ હાર્ટ સંબંધીત જોખમોને ઘટાડવા માટે કરવામાં આવે છે. પરંતુ કેટલીક રિસર્ચમાં સામે આવ્યું છે કે જે લોકોને હાર્ટ સંબંધિત કોઈ સમસ્યા પહેલા ન હતી તેમને આ સપ્લીમેન્ટ લીધા પછી હાર્ટ સંબંધિત સમસ્યાઓ થઈ હોય. જેમને પહેલાથી હાર્ટની સમસ્યા હોય તેમના માટે આ દવા ફાયદો કરે છે પરંતુ સામાન્ય લોકો જો તેનો ઉપયોગ કરે તો તે જોખમી પણ સાબિત થઈ શકે છે. 


આ પણ વાંચો: White Food: હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના દર્દી માટે ધીમું ઝેર છે આ 6 સફેદ વસ્તુઓ


લાખો લોકો પર કરેલી રિસર્ચમાં સામે આવ્યું કે જે લોકોને કોઈપણ પ્રકારની હાર્ટની બીમારી ન હતી તેમનામાં આ સપ્લીમેન્ટ લીધા પછી હાર્ટ પ્રોબ્લેમનું રિસ્ક વધેલું જોવા મળ્યું. આ સપ્લીમેન્ટ લીધા પછી મહિલાઓમાં હાર્ટ એટેક, સ્ટ્રોક અને હાર્ટ ફેલ ની સંભાવના 6% સુધી વધેલી જોવા મળી.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)