Flaxseed For Breast Cancer: મહિલાઓને થતા કેન્સરમાં બેસ્ટ કેન્સર સૌથી વધુ સામાન્ય છે. દુનિયાભરમાં દર વર્ષે લાખો મહિલાઓ બ્રેસ્ટ કેન્સરનો શિકાર થાય છે. બ્રેસ્ટ કેન્સરથી બચવા માટે કેટલાક ઉપાય કરી શકાય છે. કેટલીક એવી વસ્તુઓ છે જે બ્રેસ્ટ કેન્સરનું રિસ્ક ઘટાડે છે. હેલ્થ એક્સપર્ટ માને છે કે અળસીના બી સ્તન કેન્સરથી બચાવ કરી શકે છે. અળસી પૌષ્ટિક વસ્તુ છે. તેનું સેવન કરવાથી સ્વાસ્થ્ય લાભ થાય છે. અળસીને અલગ અલગ વસ્તુમાં સામેલ કરીને પણ ઉપયોગમાં લઈ શકાય છે. અળસીનો ઉપયોગ દહીંમાં, સલાડમાં, શાકમાં કે દલિયામાં પણ કરી શકાય છે. અળસીના બીને મુખવાસમાં પણ ઉપયોગમાં લઈ શકાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Breast Cancer: સ્તનમાં ગાંઠ જ નહીં બ્રેસ્ટ કેન્સરની શરુઆતમાં આ 5 લક્ષણો પણ જોવા મળે


અળસીના પોષક તત્વો 


અળસીના બીજમાં પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. નાનકડા દેખાતા આ બીજ પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન સી, આયરન, વિટામીન બી, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, ફોલેટથી ભરપૂર હોય છે. આ પોષક તત્વોના કારણે જ અળસી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે. 


આ પણ વાંચો: Fever: તાવના કારણે પાણી પણ લાગે છે કડવું ? જીભનો સ્વાદ નોર્મલ કરી દેશે આ 3 વસ્તુઓ


અળસી અને બ્રેસ્ટ કેન્સર 


બેસ્ટ કેન્સર પર અળસીના પ્રભાવનો આંકલન મેળવવા માટે ઘણી બધી રિસર્ચ કરવામાં આવી છે. ખાસ કરીને અળસી અને બ્રેસ્ટ કેન્સર વચ્ચે શું સંબંધ છે તેના પર રિસર્ચ કરતાં આશાજનક પરિણામો મળ્યા છે. આ પરિણામો જોઈને નિષ્ણાંતોને પણ આશ્ચર્ય થયું છે. કારણ કે અળસી થી એ લાભ થાય છે જે કહેવામાં આવે છે. 


આ પણ વાંચો: Home Remedies For Diarrhea: ડાયેરિયાના કારણે હાલત ખરાબ થઈ જાય તે પહેલા કરી લો આ કામ


રિસર્ચ અનુસાર અળસીનું સેવન કરવાથી સ્તન કેન્સર થવાનું જોખમ ઘટી શકે છે કારણ કે અળસી ફાઇબર, એન્ટિ ઓક્સીડન્ટ, ઓમેગા 3 ફેટી એસિડ સહિતની સામગ્રીથી ભરપૂર છે. જોકે નિષ્ણાંતો એવું પણ નથી કહેતા કે અળસીનું સેવન કરવું સ્તન કેન્સરને અટકાવી શકે છે કે અળસી સ્તન કેન્સરનું સમાધાન છે પરંતુ તે સ્તન કેન્સરનું રિસ્ક ઘટાડી શકે છે કારણ કે તે જરૂરી પોષક તત્વો શરીરને પૂરા પાડે છે. 


ડેલી ડાયટમાં સામેલ કરો અળસી 


આ પણ વાંચો: વરસાદી વાતાવરણમાં તમે પણ ચા-ભજીયા બે હાથે ખાતા હોય તો આ વાત તમારા માટે જાણવી જરૂરી


સ્તન કેન્સરના રિસ્કનો આધાર ઉંમર, મેડિકલ હિસ્ટ્રી, ડેઇલી ડાયટ અને લાઈફ સ્ટાઈલ સહિતના ફેક્ટર પર હોય છે. પરંતુ ઓવરઓલ સ્વાસ્થ્ય સુધારવું હોય તો અળસીના બીજને કે અળસીના તેલને રોજ ડાયટમાં શામેલ કરો. ભોજનમાં અળસીના તેલનો કે અળસીનો ઉપયોગ કરવાથી શરીરને જરૂરી પોષક તત્વો મળી રહે છે અને શરીર રોગ સામે લડવા માટે સક્ષમ રહે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)