Breast Cancer: સ્તનમાં ગાંઠ જ નહીં બ્રેસ્ટ કેન્સરની શરુઆતમાં આ 5 લક્ષણો પણ જોવા મળે, દેખાય તો તુરંત કરાવવી તપાસ

Breast Cancer Symptoms: બ્રેસ્ટ કેન્સરમાં બ્રેસ્ટમાં ગાંઠનો અનુભવ થાય છે. પરંતુ દરેક વખતે ગાંઠ જ સૌથી પહેલા જોવા મળે એવું નથી. ગાંઠ સિવાય અન્ય લક્ષણો પર પણ ધ્યાન દેવું જરૂરી છે. આજે તમને બ્રેસ્ટ કેન્સરની શરૂઆતમાં અન્ય કેટલાક લક્ષણો વિશે જણાવીએ. આ લક્ષણોને પણ ક્યારેય નજરઅંદાજ કરવા નહીં.

Breast Cancer: સ્તનમાં ગાંઠ જ નહીં બ્રેસ્ટ કેન્સરની શરુઆતમાં આ 5 લક્ષણો પણ જોવા મળે, દેખાય તો તુરંત કરાવવી તપાસ

Breast Cancer Symptoms: ટેલિવિઝનની જાણીતી અભિનેત્રી હિના ખાને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને જાહેર કર્યું છે કે તેને સ્ટેજ 3 બ્રેસ્ટ કેન્સર છે. હાલ તે બ્રેસ્ટ કેન્સરની સારવાર લઈ રહી છે. આ સાથે જ બ્રેસ્ટ કેન્સરને લઈને ચર્ચાઓ પણ તે જ થઈ ગઈ છે. 

બ્રેસ્ટ કેન્સર મહિલાઓમાં થતા કેન્સરમાં સૌથી સામાન્ય છે. બેસ્ટ કેન્સર અંગે જો શરૂઆતમાં જ ખબર પડી જાય તો સફળતાપૂર્વક સારવાર થઈ જાય છે. બ્રેસ્ટ કેન્સરની શરૂઆતમાં જ તેની જાણકારી મેળવવી હોય તો મહિલાઓએ બ્રેસ્ટમાં થતા કેટલાક ફેરફારોને લઈને સતર્ક રહેવું જોઈએ. જો આ પ્રકારના ફેરફાર બ્રેસ્ટમાં જણાય તો તુરંત જ નિષ્ણાંતની મદદ લેવી. 

બ્રેસ્ટ કેન્સરમાં બ્રેસ્ટના સેલ્સમાં અસામાન્ય વૃદ્ધિ થાય છે જેના કારણે બ્રેસ્ટમાં ગાંઠ જેવો અનુભવ થાય છે. પરંતુ દરેક વખતે ગાંઠ જ સૌથી પહેલા જોવા મળે એવું નથી. ગાંઠ સિવાય અન્ય લક્ષણો પર પણ ધ્યાન દેવું જરૂરી છે. આજે તમને બ્રેસ્ટ કેન્સરની શરૂઆતમાં અન્ય કેટલાક લક્ષણો વિશે જણાવીએ. આ લક્ષણોને પણ ક્યારેય નજરઅંદાજ કરવા નહીં.

બ્રેસ્ટ કેન્સરની શરૂઆતના લક્ષણો

1. બ્રેસ્ટ કેન્સરની શરૂઆતના લક્ષણોની વાત કરીએ તો સૌથી પહેલા બ્રેસ્ટના આકાર કે આકૃતિમાં અચાનક જ ફેરફાર જોવા મળે છે. બ્રેસ્ટનો આકાર બીજા બ્રેસ્ટ કરતા બદલી જાય તો તે કેન્સરનું લક્ષણ હોઈ શકે છે. 

2. બ્રેસ્ટની સ્કીન પર રેડનેસ દેખાય કે પછી બ્રેસ્ટની સ્કીન સંતરાની છાલ જેવી ખરબચડી થઈ જાય તો તે પણ કેન્સરનું લક્ષણ હોઈ શકે છે. 

3. બ્રેસ્ટ કેન્સરમાં નીપ્પલ પણ અંદરની તરફ જતા રહે છે અથવા તો તેના આકારમાં પણ ફેરફાર થઈ જાય છે. કેટલાક કેસમાં નીપ્પલમાંથી રક્ત કે તરલ પદાર્થ નીકળે છે. આ પણ બ્રેસ્ટ કેન્સરનું લક્ષણ હોય છે. 

4. કેટલાક કેસમાં બ્રેસ્ટની આસપાસ કે નીપ્પલ ઉપર નાની નાની ગાંઠો દેખાય છે. આ સ્થિતિ પર પણ ખાસ ધ્યાન દેવું. 

5. બ્રેસ્ટ કેન્સરમાં બ્રેસ્ટની આસપાસના ભાગ એટલે કે બગલની નીચે પણ ગાંઠ હોઈ શકે છે તેથી આ પ્રકારની ગાંઠને નજર અંદાજ ન કરવી. 

મહત્વનું છે કે ઉપર જણાવેલા બધા જ લક્ષણો બ્રેસ્ટ કેન્સરમાં જ જોવા મળે તેવું નથી. બ્રેસ્ટમાં થતા કેટલાક ફેરફારો કેન્સર સિવાયની પરિસ્થિતિમાં પણ થઈ શકે છે. પરંતુ કોઈ પણ ફેરફાર જણાય તો તુરંત જ ડોક્ટરનો સંપર્ક કરી નિદાન કરાવી લેવું જોઈએ જેથી જો કેન્સર હોય તો સારવાર શરૂ કરી શકાય.

આ વાતોને પણ મહિલાઓએ રાખવી યાદ 

- 20 થી 30 ઉંમરની મહિલાઓએ સમયાંતરે બ્રેસ્ટનું ચેકઅપ કરાવવું જોઈએ.

- 40 વર્ષથી ઉપરની મહિલાઓએ દર વર્ષે મેમોગ્રામ ટેસ્ટ કરાવવો જોઈએ.

- 30 વર્ષ પછીની ઉંમરમાં મહિલાઓએ હેલ્ધી લાઈફસ્ટાઈલ અપનાવી જોઈએ અને બેલેન્સ ડાયટની સાથે નિયમિત વ્યાયામ કરવો જોઈએ. 

- જો પરિવારમાં કોઈને બ્રેસ્ટ કેન્સરની હિસ્ટ્રી હોય તો ડોક્ટરની સલાહ જરૂરથી લેવી.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.) 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news