અતિ ભારે વરસાદ બાદ તોળાતું રોગચાળાનું જોખમ, બીમાર ન પડવું હોય તો અપનાવો આ 5 ટીપ્સ
Monsoon Health Care: વરસાદી પાણીના જલભરાવના કારણે અને ભારે વરસાદ બાદ બીમારીઓનું જોખમ પણ વધી જાય છે. ભારે વરસાદ બાદ રોગચાળાનું પણ જોખમ તોળાવા લાગ્યું છે. તેવામાં જો તમારી ઇમ્યુનિટી નબળી હશે તો તમે ઝડપથી બીમારીનો ભોગ બની જશો. આવી સ્થિતિમાં બીમાર ન પડવું હોય અને સ્વસ્થ રહેવું હોય તો આ પાંચ બાબતોનું ચોમાસા દરમિયાન ખાસ ધ્યાન રાખવું જોઈએ.
Monsoon Health Care: છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. જેના કારણે કેટલાક શહેરોમાં તો પૂરની સ્થિતિ સર્જાય છે. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. વરસાદી પાણીના જલભરાવના કારણે અને ભારે વરસાદ બાદ બીમારીઓનું જોખમ પણ વધી જાય છે. વરસાદી પાણી દિવસો સુધી ભરેલું રહેવાથી મચ્છરજન્ય અને પાણીજન્ય રોગ વધી જાય છે. ભારે વરસાદ બાદ રોગચાળાનું પણ જોખમ તોળાવા લાગ્યું છે. તેવામાં જો તમારી ઇમ્યુનિટી નબળી હશે તો તમે ઝડપથી બીમારીનો ભોગ બની જશો. આવી સ્થિતિમાં બીમાર ન પડવું હોય અને સ્વસ્થ રહેવું હોય તો આ પાંચ બાબતોનું ચોમાસા દરમિયાન ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો તમે આ પાંચ ટીપ્સ ફોલો કરશો તો ચોમાસા દરમિયાન પણ સ્વાસ્થ્ય સારું રહેશે.
આ પણ વાંચો:
પથરી હોય તો આજથી જ પીવાનું શરુ કરો આ હેલ્ધી ડ્રિંક્સ, 7 દિવસમાં પથરી નીકળી જશે
Elaichi Benefits: જમ્યા પછી એક એલચી ખાવાની પાડો ટેવ, આ 5 સમસ્યાઓ થશે દુર
Fever: તાવથી ધગધગતું હોય શરીર તો તુરંત કરવું આ કામ, ઝડપથી ઉતરશે તાવ
પુરતી ઊંઘ જરૂરી
જો તમે ઓછી ઊંઘ કરો છો તો રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે. જેના કારણે અનેક બીમારીઓ થવાનું જોખમ વધી જાય છે. એટલા માટે નિયમિત પૂરતી ઊંઘ લેવી જરૂરી છે. દરરોજ રાત્રે ઓછામાં ઓછી 6 કલાકની ઊંઘ લેવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.
હેલ્ધી આહાર
આ દિવસો દરમિયાન આહારનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. નિયમિત પોષક તત્વોથી ભરપૂર ખોરાક લેવો જોઈએ. જેમાં વિવિધ શાકભાજી, તાજા ફળો અને ડ્રાયફ્રુટનો સમાવેશ કરવો જોઈએ.
30 મિનિટ કસરત
રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે નિયમિત 30 મિનિટ કસરત કરવી જોઈએ. તેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. તમે સવારે વહેલા જાગી ખુલ્લી હવામાં વોક પણ કરી શકો છો. તેનાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે.
પુરતાં પ્રમાણમાં પાણી પીવું
શરીરને ફિટ અને સ્વસ્થ રહેવા માટે હાઇડ્રેટેડ રહેવું ખૂબ જ જરૂરી છે. શરીરમાં પાણીની ઊણપ હોય તો તેના કારણે ઘણી સમસ્યાઓ થાય છે. શરીરને હાઈડ્રેટ રાખવા દિવસ દરમિયાન પાણી, નારિયેળ પાણી, ફ્રુટ જ્યુસ, સુપ વગેરેનું સેવન કરવું જોઈએ.
સ્ટ્રેસ ન લેવો
કોઈપણ બાબતમાં વધુ પડતો સ્ટ્રેલ લેવાના કારણે રોગપ્રતિકારક શક્તિ પર અસર થાય છે. જો તમે ઈચ્છો છો કે તમારી રોગપ્રતિકારક શક્તિ સારી હોય તો સ્ટ્રેસ લેવાનું છોડો
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)