Health Tips: પવિત્ર પુરુષોત્તમ માસની શરૂઆત થવા જઈ રહી છે. આ વર્ષે શ્રાવણ અધિક માસ છે. ઘણા લોકો અધિકમાસ દરમિયાન વ્રત કરતાં હોય છે. તેવામાં સતત વ્રત અને ઉપવાસ કરવાથી ઘણીવાર તબિયત ખરાબ થવા લાગે છે. ખાસ કરીને ઉપવાસમાં ફરાળ કરીને ગેસ, એસીડીટી જેવી સ્વાસ્થ્ય સમસ્યા વધારે થાય છે. જો તમે પણ અધિક માસ દરમિયાન વ્રત કરવાના હોય તો તમારા માટે પાચન સંબંધિત સમસ્યાનું સમાધાન તમને અત્યારથી જ જણાવી દઈએ. આજે તમને પાંચ સરળ ઉપાય જણાવીએ. જેને ફોલો કરવાથી વ્રત દરમ્યાન તમને એસિડિટી, ગેસ, કબજિયાત જેવી તકલીફો નહીં સતાવે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: 


પપૈયાના બીજ આ 3 બીમારીઓમાં કરે છે દવા જેવી અસર, આ રીતે કરશો સેવન તો ઝડપથી થશે ફાયદો


ચોમાસામાં વકરતી આ 4 બીમારીથી બચાવે છે આદુ, જાણો કેવી રીતે કરવો ઉપયોગ


ડાયાબિટીસમાં બ્લડ સુગર રહેતું હોય હાય તો ટ્રાય કરો આમાંથી કોઈ એક ઘરગથ્થુ ઉપાય


ઉપવાસમાં ખાટા ફળ ન ખાવા 


ઉપવાસ દરમ્યાન ફળ ખાવામાં આવે છે. પરંતુ સમય દરમિયાન ખાટા ફળ ખાવાનું ટાળવું. ખાટા ફળ ખાવાથી એસિડિટીની તકલીફ વધી શકે છે.  ખાટા ફળને બદલે ઉપવાસમાં કેળા, ચીકુ, સફરજન જેવા ફળનો ડાયટમાં સમાવેશ કરો. તેનાથી પાચનતંત્ર સ્વસ્થ રહેશે.


પૂરતા પ્રમાણમાં પાણી પીવું


શરીરને હાઈડ્રેટ રાખવું ખૂબ જ જરૂરી છે. વ્રત દરમ્યાન ખોરાકમાં ભલે ફેરફાર કરો પરંતુ પાણી પીવાની માત્રા જળવાઈ રહે તેનું ખાસ ધ્યાન રાખવું. દિવસ દરમિયાન થોડું થોડું કરીને પાણી પીવાનું રાખવું. જો કે આ સમય દરમિયાન ઠંડુ પાણી પીવાનું ટાળવું.


કોલ્ડ ડ્રિંક્સ પીવાનું ટાળો


ઉપવાસ દરમિયાન કોલ્ડ ડ્રિંક્સ પીવાને બદલે છાશ, ઠંડુ દૂધ વગેરે પીણાનું સેવન કરવું જોઈએ. આ સિવાય તમે નાળિયેરનું પાણી પણ પી શકો છો. આમ કરવાથી શરીરમાંથી હાનિકારક ટોક્સિન બહાર નીકળી જશે અને એસિડિટીની ફરિયાદ નહીં થાય.


આ પણ વાંચો: 


આ 4 વસ્તુ વાયરલ ઈન્ફેકશનનું કામ કરી દેશે તમામ, શરદી-ઉધરસ તો થશે જ નહીં ક્યારેય


Health: પુરુષો આ 5 વસ્તુ ખાય નિયમિત તો શક્તિ વધારવા માટે દવા લેવાની ન પડે જરૂર


કસરત કરો


વ્રત ચાલતા હોય તેનો મતલબ એ નથી કે તમે દૈનિક વ્યાયામને છોડી દો. વ્રત દરમિયાન પણ હળવી કસરત કરવી જોઈએ. હેવી વર્કઆઉટ ને બદલે તમે સવારે અને સાંજે યોગ કે વોક કરી શકો છો. તેનાથી પાચનતંત્ર સ્વસ્થ રહે છે અને પેટ સંબંધિત સમસ્યા થતી નથી.


ફાઇબરનું પ્રમાણ વધારો


ઉપવાસ દરમિયાન ડાયટમાં એવી વસ્તુઓનો સમાવેશ કરો જેમાં ફાઇબરનું પ્રમાણ વધારે હોય. ફેટ વાળી વસ્તુઓ ખાવાને બદલે ફાઇબર વાળી વસ્તુઓ ખાશો તો કબજિયાતની સમસ્યા નહીં થાય. તેના માટે સામો, રાજગરો, મખાના જેવી વસ્તુઓને ખાઈ શકો છો. 


 


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)