Sneezing: છીંક આવવી એક સામાન્ય વાત છે. પરંતુ શિયાળાની ઋતુમાં કેટલાક લોકોને એકધારી અનેક છીંક આવતી હોય છે. આ રીતે જ્યારે વારંવાર છીંક આવે તો તેના કારણે દૈનિક કાર્ય કરવામાં પણ સમસ્યા થાય છે. સૌથી મોટી ચિંતા તો એ હોય છે કે વારંવાર એકધારી છીંક આવે તો તેનાથી આસપાસના લોકોમાં પણ શરદીનું સંક્રમણ ફેલાઈ શકે છે. આવી સ્થિતિમાં આજે તમને એવા ઉપાયો જણાવીએ જેને કરીને તમે છીંકથી મુક્તિ મેળવી શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છીંક માટેના ઘરગથ્થુ ઉપાય


આ પણ વાંચો: Health Tips: આ બે ભાજી બાફીને ખાવાથી થાય છે લાભ પણ જો કાચી ખાધી તો મરી ગયા સમજજો...


હુંફાળું પાણી પીવું


શિયાળામાં જો તમને વારંવાર છીંક આવતી હોય તો ઠંડુ પાણી પીવાનું ટાળો. પાણીને હુંફાળું ગરમ કરીને પીવાનું રાખો. આ ઉપરાંત તમે આદુની ચા અથવા તો સૂપ પી શકો છો તેનાથી નાકમાં થયેલું બ્લૉકેજ ખુલી જાય છે અને છીંક ની સમસ્યા થતી નથી.


આદુ અને મધ


આદુ અને મધનું મિશ્રણ શરદી મટાડે છે અને છીંક આવતી પણ બંધ કરે છે. તેના માટે આદુનો ટુકડો પીસીને તેમાંથી રસ કાઢી તેમાં થોડું મધ ઉમેરીને દિવસ દરમિયાન બે વખત તેનું સેવન કરો તેનાથી છીંકથી મુક્તિ મળી જશે. 


આ પણ વાંચો: Weight Loss: 30 દિવસમાં Fat માંથી Fit થવું છે? તો રસોડાના આ મસાલાઓનું શરુ કરો સેવન


દ્રાક્ષ ખાવી


દ્રાક્ષ વિટામીન સી થી ભરપૂર હોય છે જો તમે રોજ દ્રાક્ષનું સેવન કરો છો તો રોગપ્રતિકારક શક્તિ વધે છે અને તેનાથી છીંક આવવાનું પણ બંધ થવા લાગે છે. તમે લીંબુ અને સંતરાનો ઉપયોગ પણ કરી શકો છો.


સ્ટીમ લેવી 


સ્ટીમ લેવાની પદ્ધતિ પણ છીંકથી રાહત અપાવશે. તમે સ્ટીમ લેવાના પાણીમાં બામ ઉમેરી દેશો તો તેનાથી બંધ નાક ખુલી જશે અને છીંક આવતી બંધ થઈ જશે.


આ પણ વાંચો: અડધી રાત્રે થાય ગેસ-એસિડિટી તો તુરંત અજમાવો આમાંથી કોઈ એક ઉપાય, 10 મિનિટમાં રાહત


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)