Health Tips: આ બે ભાજી બાફીને ખાવાથી થાય છે લાભ પણ જો કાચી ખાધી તો મરી ગયા સમજજો...
Health Tips: આ બંને ભાજીને કાચી ખાવામાં આવે તો તેનાથી બીમારીઓને આમંત્રણ મળે છે અને આ બીમારીઓ એવી પણ હોઈ શકે છે જે ખૂબ જ ખતરનાક સ્વરૂપ ધારણ કરે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર જો આ બે ભાજી કાચી ખાવામાં આવે તો પાંચ બીમારી થવાનું જોખમ વધી જાય છે.
Trending Photos
Health Tips: શિયાળાની શરૂઆત થાય એટલે માર્કેટમાં લીલા શાકભાજી ભરપૂર પ્રમાણમાં દેખાવા લાગે છે. લોકો પોતાના દૈનિક આહારમાં પણ આવા તાજા શાકનો ઉપયોગ કરે છે. શિયાળામાં સૌથી વધુ ખવાતા લીલા શાકભાજી ની વાત કરીએ તો તેમાં પાલક અને કેલની ભાજી સૌથી પહેલા આવે છે. આ બંને ભાજીમાં પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે. આ બંને ભાજી એવી છે જે ડાયાબિટીસથી લઈ કોલેસ્ટ્રોલ જેવી સમસ્યાનું જોખમ ટાળે છે. પરંતુ અનેક ગુણ ધરાવતી આ બે સબ્જી ઘાતક પણ સાબિત થઈ શકે છે
કેલ અને પાલક બંને ભાજીમાં ફાઇબરથી લઈને મિનરલ્સ સુધીના અનેક પોષક તત્વો હોય છે. પરંતુ આ ભાજી ખાવાથી ફાયદો ત્યારે થાય છે જ્યારે તમે તેને પકાવીને ખાવ છો. જો આ બંને ભાજીને કાચી ખાવામાં આવે તો તેનાથી બીમારીઓને આમંત્રણ મળે છે અને આ બીમારીઓ એવી પણ હોઈ શકે છે જે ખૂબ જ ખતરનાક સ્વરૂપ ધારણ કરે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર જો આ બે ભાજી કાચી ખાવામાં આવે તો પાંચ બીમારી થવાનું જોખમ વધી જાય છે.
આ બંને ભાજીને પકાવીને ખાવામાં આવે તો તે બ્લડ સુગર સ્પાઇકને અટકાવે છે. પરંતુ જો તમે તેને કાચી ખાવ છો તો તે શરીરના ખનીજ અવશોષણને ઘટાડે છે. તેના કારણે પથરીથી લઈને સાંધાના દુખાવાની સમસ્યા થઈ શકે છે.
જો તમારું યુરિક એસિડ લેવલ વધારે રહેતું હોય તો ભૂલથી પણ આ બંને ભાજીને ખાતા નહીં. જો તમે તેને કાચી ખાવ છો તો તેનાથી યુરિક એસિડ વધે છે અને સાંધામાં દુખાવો તેમજ સોજો પણ આવી શકે છે. આ સિવાય તેના કારણે પેટમાં ગેસની સમસ્યા પણ થઈ શકે છે.
આ બંને ભાજી તમે કાચી ખાવ છો તો કિડનીમાં પથરી થવાનું જોખમ પણ વધી જાય છે. સાથે જ પાચન સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે.
સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર આ બંને ભાજીને બરાબર રીતે પકાવીને અથવા તો બાફીને ખાવાથી ફાયદો થાય છે. આમ કરવાથી તેમાં રહેલા બેક્ટેરિયા અને ઓક્સાલિક એસિડ તૂટી જાય છે જેના કારણે તેના પોષક તત્વો શરીરને સરળતાથી મળે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે