Health Tips: હાર્ટના પેશન્ટ માટે ઝેર સમાન છે આ વસ્તુઓ, હાર્ટ એટેકથી બચવું હોય તો ડાયટમાં કરો આ ફેરફાર
Health Tips: છેલ્લા કેટલાક સમયથી તો નાની ઉંમરમાં હાર્ટ એટેક આવ્યાના કિસ્સા પણ વધી ચૂક્યા છે. હાર્ટ એટેકના કારણે નાની ઉંમરમાં યુવાનોને જીવ ગુમાવવાનો પણ વારો આવે છે. હૃદય રોગની ઘટનામાં વધારો ખરાબ લાઈફ સ્ટાઈલના કારણે પણ થાય છે.
Health Tips: હાર્ટ એટેકની સમસ્યા હવે એક સામાન્ય બીમારીની જેમ બનતી જાય છે. છેલ્લા કેટલાક સમયથી તો નાની ઉંમરમાં હાર્ટ એટેક આવ્યાના કિસ્સા પણ વધી ચૂક્યા છે. હાર્ટ એટેકના કારણે નાની ઉંમરમાં યુવાનોને જીવ ગુમાવવાનો પણ વારો આવે છે. હૃદય રોગની ઘટનામાં વધારો ખરાબ લાઈફ સ્ટાઈલના કારણે પણ થાય છે.
આ પણ વાંચો: આ હર્બલ વસ્તુઓ સફેદ વાળને નેચરલી કરે છે કાળા, કલર કે ડાઈ કરવાની નથી પડતી જરૂર
હાર્ટ એટેકના દર્દીઓએ ખાવા પીવાની કેટલીક બાબતોમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ. હાર્ટની સમસ્યા ધરાવતા લોકો જો પોતાની ડાયેટ પર ધ્યાન ન આપે તો સ્થિતિ ખરાબ થઈ શકે છે. હાર્ટ પેશન્ટે પોતાના ભોજનમાંથી કેટલીક વસ્તુઓને દૂર કરવી જોઈએ. આ વસ્તુઓ હાર્ટ પેશન્ટ માટે ઝેર સમાન કામ કરે છે કારણ કે તે બ્લડપ્રેશરને વધારે છે અને હૃદય ઉપર દબાણ લાવે છે. તેથી હાર્ટ એટેક પછી વ્યક્તિએ પોતાની ડાયટ ઉપર ખાસ ધ્યાન આપવું. ખાસ કરીને આ ચાર વસ્તુઓને શક્ય હોય ત્યાં સુધી પોતાના ભોજનમાંથી દૂર જ રાખવી.
આ પણ વાંચો: Storage Tips: ફ્રિજ વિના પણ કેળાને દિવસો સુધી રાખી શકો છો ફ્રેશ, આ રીતે કરવા સ્ટોર
મીઠું
હાર્ટ પેશન્ટે પોતાની ડાયેટમાંથી મીઠાનું પ્રમાણ શક્ય હોય એટલું ઓછું કરી દેવું જોઈએ. મીઠું બ્લડપ્રેશર ને વધારે છે અને આર્ટરીઝ પર દબાવ લાવે છે. વધારે નમક ખાવાથી હૃદયને પંપિંગ કરવામાં પણ પ્રેશર કરવું પડે છે જેના કારણે હાર્ટના પેશન્ટે નમકનું પ્રમાણ ભોજનમાં ઓછું લેવું.
ખાંડ
હાર્ટ પેશન્ટ હોય તેમણે વધારે પ્રમાણમાં ખાંડ લેવાથી પણ બચવું જોઈએ. ખાંડમાં ગ્લુકોઝ હોય છે જે બ્લડ સુગરને વધારે છે. વધારે બ્લડ સુગર હાર્ટના પેશન્ટ માટે જોખમી સાબિત થાય છે. ખાંડના કારણે વજન પણ વધે છે જે હૃદયના સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે.
આ પણ વાંચો: આ ફેસપેક લગાડવાથી ચહેરા પર આવશે હિરોઈન જેવો ગ્લો, 4 વસ્તુઓ સાથે ઘરે જ કરો તૈયાર
આઇસ્ક્રીમ
આઇસ્ક્રીમ એવી વસ્તુ છે જેમાં ખાંડ અને ચરબી બંને વધારે હોય છે. જે હાર્ટના પેશન્ટ માટે હાનિકારક છે. આઇસ્ક્રીમ ખાવાથી બ્લડ સુગર અને કોલેસ્ટ્રોલ વધી શકે છે સાથે જ આઈસ્ક્રીમમાં કેલેરી પણ વધારે હોય છે જે વજન વધારે છે આ બંને વસ્તુઓ હૃદય રોગનું પણ મુખ્ય કારણ બને છે.
તળેલું ભોજન
ઘણા લોકોને સમોસા, પકોડી, પુરી, પરોઠા જેવી તળેલી અને મસાલેદાર વસ્તુઓ ખાવાનું ખૂબ જ પસંદ હોય છે અને વારંવાર તેઓ આવું ભોજન કરે છે. પરંતુ આ રીતે તળેલું ભોજન ખાવાથી કોલેસ્ટ્રોલ વધી જાય છે. જે લોકો નિયમિત કરેલો ખોરાક લેતા હોય છે તેમની ધમનીઓમાં પણ કોલેસ્ટ્રોલ વધે છે જેના કારણે હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)