White Hair: આ હર્બલ વસ્તુઓ સફેદ વાળને નેચરલી કરે છે કાળા, કલર કે ડાઈ કરવાની નથી પડતી જરૂર

White Hair: વારંવાર વાળને કલર કરાવવાની ઝંઝટમાંથી તમારે બચવું હોય તો તમે કેટલીક નેચરલ વસ્તુઓનો ઉપયોગ કરીને વાળને કાળા કરી શકો છો. દરેક ઘરના રસોડામાં ઉપલબ્ધ આ વસ્તુઓ વાળને કુદરતી રીતે કાળા કરે છે. જો તમે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરશો તો તમારે સફેદ વાળને છુપાવવા માટે કલર કે ડાય નહીં કરવી પડે.

White Hair: આ હર્બલ વસ્તુઓ સફેદ વાળને નેચરલી કરે છે કાળા, કલર કે ડાઈ કરવાની નથી પડતી જરૂર

White Hair: બદલતી લાઈફસ્ટાઈલ અને અનહેલ્ધી ખાણીપીણીની આદતોના કારણે વાળને લગતી સમસ્યાઓ નાની ઉંમરમાં થવા લાગે છે. જેમાં સફેદ વાળની સમસ્યા સૌથી વધારે જોવા મળે છે. 20-25 વર્ષના યુવાનો પણ આ સમસ્યાથી પરેશાન હોય છે. નાની ઉંમરમાં જ્યારે વાળ સફેદ થવા લાગે તો તેને છુપાવવા માટે હેર ડાઈ કે કલર કરવામાં આવે છે. પરંતુ વારંવાર કલર કરવાથી વાળ બેજાન થઈ જાય છે અને વધારે પ્રમાણમાં ખરવા લાગે છે.

વારંવાર વાળને કલર કરાવવાની ઝંઝટમાંથી તમારે બચવું હોય તો તમે કેટલીક નેચરલ વસ્તુઓનો ઉપયોગ કરીને વાળને કાળા કરી શકો છો. દરેક ઘરના રસોડામાં ઉપલબ્ધ આ વસ્તુઓ વાળને કુદરતી રીતે કાળા કરે છે. જો તમે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરશો તો તમારે સફેદ વાળને છુપાવવા માટે કલર કે ડાય નહીં કરવી પડે.

આ પણ વાંચો:

ડુંગળીનો રસ

સફેદ વાળને ઓછા કરવા માટે ડુંગળીનો રસ ખૂબ જ ફાયદાકારક છે તેનાથી હેર ગ્રોથ પણ વધે છે. તેના માટે ડુંગળીનો રસ કાઢી તેમાં ઓલિવ ઓઇલ અને લીંબુ મિક્સ કરીને વાળમાં લગાડી મસાજ કરો. તેનો ઉપયોગ કરવાથી વાળ મજબૂત થશે અને સફેદ વાળ ઓછા થવા લાગશે.

કાળી ચા

ચા નો ઉપયોગ કરીને પણ તમે વાળને નેચરલી કાળા કરી શકો છો. તેના માટે એક વાટકી પાણી ઉકાળો તેમાં બે ચમચી ચા ઉમેરો અને એક ચમચી મીઠું ઉમેરો. આ મિશ્રણને ગાળી લો અને ઠંડુ થયા પછી વાળમાં લગાડો.

નાળિયેરનું તેલ અને લીંબુનો રસ

નાળિયેરના તેલમાં લીંબુનો રસ મિક્સ કરીને વાળમાં લગાડવાથી વાળ મજબૂત બને છે અને સાથે જ સફેદ વાળની સમસ્યા પણ ઓછી થવા લાગે છે.

આદુ અને મધ

વાળને કાળા કરવા માટે મધ અને આદુનું કોમ્બિનેશન પણ અસરકારક છે. તેના માટે આદુને ખમણીને તેનો રસ કાઢી લો અને તેમાં મધ મિક્સ કરી વાળમાં લગાડવો. તમે આદુની પેસ્ટ નો પણ ઉપયોગ કરી શકો છો. 30 મિનિટ સુધી તેને વાળમાં રહેવા દો અને પછી ઠંડા પાણીથી વાળ ધોઈ લો. અઠવાડિયામાં બે વખત આ ઉપાય કરશો તો સફેદ વાળની સમસ્યા ધીરે ધીરે દૂર થઈ જશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news